2013 Shakti Mills Gangrape Case: શક્તિ મિલ્સ ગેંગરેપ 2013 કેસમાં બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) મહત્વનો ચૂકાદો આપ્યો છે.કોર્ટ ત્રણેય આરોપીઓની મૃત્યુદંડની સજા રદ્ કરીને આજીવન કેદની સજા સંભળાવી છે.તમને જણાવી દઈએ કે, ત્રણેય આરોપીઓએ કોર્ટને જણાવ્યું હતું કે મૃત્યુદંડની સજા બંધારણની કલમ 21 હેઠળ બાંયધરી આપવામાં આવેલા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.
આરોપીના વકીલે કરી આ દલીલ
જેથી બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે શક્તિ મિલ્સ ગેંગરીપ કેસમાં દોષિત ઠરેલા ત્રણેય આરોપીની ફાંસીની સજાનો આદેશ ફગાવીને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી વિજય જાધવ, કાસીમ બંગાળી અને સલીમ અંસારીનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ યોગ ચૌધરીએ (Yog Chaudhry) દલીલ કરી હતી મૃત્યુદંડની સજા કાયદાની દ્રષ્ટિએ ખોટી છે.
આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ થઈ હતી
એપ્રિલ 2014 માં મુંબઈની અદાલતે ઓગસ્ટ 2013 માં સામૂહિક બળાત્કારના કેસમાં (Gangrape Case) દોષિત પાંચ આરોપીની અટકાયત કરવાનો ચુકાદો આપ્યો હતો,જો કે બાદમાં તેનો વિરોધ થયો હતો. જેથી આરોપી સિરાજ ખાનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
2013 Shakti Mills gang-rape case | Bombay High court sets aside the sentence of death penalty of three accused, sends them to life imprisonment pic.twitter.com/cjQmKhUnYn
— ANI (@ANI) November 25, 2021
આ કાયદા હેઠળ મૃત્યુદંડની સજા ફટકારાઈ હતી
શક્તિ મિલ્સ ગેગ રેપના કેસમાં આરોપી વિજય જાધવ, કાસીમ બંગાળી અને સલીમ અંસારીને પીનલ કોડની તત્કાલીન નવી દાખલ કરાયેલી કલમ 376(e) હેઠળ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, તેમને દોષિત ઠરાવ્યા પછી તરત જ સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં તેઓને પુનરાવર્તિત ગુના માટે મૃત્યુદંડની સજા સંભળાવતા કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારી હતી.
આ પણ વાંચો: દેશમાં પહેલીવાર પૂરુષોની સામે મહિલાઓની સંખ્યા વધુ, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સામે આવી વિગતો
આ પણ વાંચો: Corona Update : કેરળમાં કોરોનાનો કાળો કહેર ! આ મહિને કોવિડને કારણે મૃત્યુના 1500 બેકલોગ કેસ નોંધાયા
Published On - 12:14 pm, Thu, 25 November 21