સલમાન – શાહરૂખના ફેન્સે થિયેટરમાં ફોડ્યા ફટાકડા, લાગી ગઈ આગ, જુઓ વાયરલ વિડીયો

|

Feb 27, 2021 | 9:44 AM

થિયેટરમાં કરણ અર્જુન રી રિલીઝ કરવામાં આવી હતી. સલમાન શાહરુખના ફેન્સે હીરોની એન્ટ્રી પર ફટાકડા ફોડી દીધા અને આ કારણે થિયેટરમાં આગ લાગી ગઈ હતી.

સલમાન - શાહરૂખના ફેન્સે થિયેટરમાં ફોડ્યા ફટાકડા, લાગી ગઈ આગ, જુઓ વાયરલ વિડીયો
થિયેટરમાં આગ

Follow us on

બોલિવૂડ ફિલ્મોનો ક્રેઝ અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારે જોવા મળે છે. તાજેતરમાં એક ડાઈ હાર્ટ ફેનની ઘટના સામે આવી છે. જ્યાં મહારાષ્ટ્રના માલેગાંવમાં એક સિનેમા હોલમાં આગ લાગી ગઈ. જેનું કારણ હતું કેટલાક દર્શકોએ અંદર ફટાકડા ફોડ્યા હતા. જી હા ફિલ્મ લવર્સની ફિલ્મ પ્રત્યેનો પ્રેમ બધા પર ભારે પડી ગયો. થિયેટરમાં પ્રખ્યાત ફિલ્મ ‘કરણ અર્જુન’ ચાલી રહી હતી. જ્યાં કેટલાક લોકોએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

ત્યારે આ સાથે થિયેટરમાં કોવિડ-19 ના નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું ન હતું. જેમાં સિનેમા હોલની અંદર લોકોના માસ્ક પહેરવાની જરૂર હતી. પરંતુ તે પણ નહોતા પહેર્યા. સિનેમા હોલમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

મહારાષ્ટ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન ના થયું

વાયરલ વીડિયોમાં ફટાકડા એક પછી એક સળગતા જોવા મળે છે, જેના કારણે અચાનક આગ લાગી ગઈ હતી અને બધું સળગવા લાગ્યું હતું. આ ઉપરાંત લોકો માસ્ક પહેર્યા વિના ફિલ્મ જોતા જોવા મળે છે. આ વિડીયો પરથી સાબિત થાય છે કે લોકોએ મહારાષ્ટ્ર સરકારની નવી માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી.

જ્યારે આગ ઝડપથી વધવા માંડી ત્યારે લોકો થિયેટરથી ભાગવા લાગ્યા. એક રિપોર્ટ અનુસાર થિયેટરના માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ફરી એકવાર મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધી રહ્યા છે અને સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

Next Article