Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બોગસ દસ્તાવેજોના આધારે RTOમાંથી વાહનોની RC બુક મેળવવાનું કૌભાંડ ઝડપાયું, મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ

વાહનની ખોવાયેલી RC બુક RTOમાંથી મેળવવા માટે જે તે પોલીસ સ્ટેશનનું સર્ટિફિકેટ RTOમાં રજુ કરવું પડતું હોય છે. જો કે, અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ના ખાવા પડે અને સર્ટિફિકેટ સીધું જ હાથમાં આવી જાય તે માટે RTO એજન્ટે અસલાલી પોલીસ સ્ટેશનના બનાવટી સિક્કા બનાવી ખોટા પ્રમાણપત્રો બનાવતા હતા.

Ahmedabad: બોગસ દસ્તાવેજોના આધારે RTOમાંથી વાહનોની RC બુક મેળવવાનું કૌભાંડ ઝડપાયું, મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ
RC Book Scam
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 19, 2023 | 8:17 PM

Ahmedabad : પોલીસ સ્ટેશનના નકલી સ્ટેમ્પ સિક્કો બનાવી RTOમાંથી વાહનોની RC બુક (RC Book) મેળવવાનું કૌભાંડ ઝડપાયું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સ્ટેશનના બનાવટી સિક્કા બનાવી ખોટા સર્ટિફિકેટ અને ખોટી સહીઓ કરી ડુપ્લીકેટ RC બુક કઢાવી આપવા માટે RTO એજન્ટ કૌભાંડ ચલાવતા હતા.

આ પણ વાંચો Ahmedabad: ગાડી વેચવાના બહાને લાખોની છેતરપિંડી આચારનાર નિવૃત IPSના પુત્રની સોલા પોલીસે કરી ધરપકડ

વાહનની ખોવાયેલી RC બુક RTOમાંથી મેળવવા માટે જે તે પોલીસ સ્ટેશનનું સર્ટિફિકેટ RTOમાં રજુ કરવું પડતું હોય છે. જો કે, અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ના ખાવા પડે અને સર્ટિફિકેટ સીધું જ હાથમાં આવી જાય તે માટે RTO એજન્ટે અસલાલી પોલીસ સ્ટેશનના બનાવટી સિક્કા બનાવી ખોટા પ્રમાણપત્રો બનાવતા હતા. જેના આધારે અમદાવાદ પૂર્વની RTO કચેરીમાં આવા ડુપ્લીકેટ સહી સિક્કા સાથેના સર્ટિફિકેટ સાથે અનેક RC બુક આરોપીઓએ કઢાવી હતી.

હરમનપ્રીત T20માં આ સિદ્ધિ મેળવનાર બીજી ભારતીય બની
ઇતિહાસના સૌથી અમીર ક્રિમિનલ Pablo Escobar નું આવું હતું અજેય સામ્રાજ્ય
મરઘી કેટલા દિવસમાં ઈંડા મૂકે છે?
સુનિતા વિલિયમ્સને લઈ મોટા સમાચાર ! પૃથ્વી પર પાછા ફરવાને લઈ આવી માહિતી
Elaichi water Benefits : ડાયાબિટીસ માટે મળી ગયો રામબાણ ઈલાજ, આ રીતે બનાવો એલચીનું પાણી
Alum and Turmeric Benefits : ફટકડી અને હળદરના મિશ્રણથી દુર થશે શરીરની આ 7 સમસ્યા

જે ડુપ્લીકેટ સર્ટિફિકેટ RTO કચેરીમાં રજુ કરીને વિવિધ ડોક્યુમેન્ટ ઇસ્યુ કરાયા હોવાની અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી. જેના આધારે બારેજાના રફીકમિયા રહીમમિયાં શેખની ધરપકડ કરવામાં આવી છે. જે RTO એજન્ટ રફીકમિયા પાસેથી 20 આરસી બુક અને 19 બનાવટી પ્રમાણપત્ર કબજે કર્યા છે.

ઝડપાયેલ RTO એજન્ટ રફીકમિયાએ તેનું નેટવર્ક વધારવા માટે વસ્ત્રાલ RTOના અન્ય એજન્ટોને પણ પોતાની આ કરતૂતમાં સામેલ કર્યા હતા. તેથી અન્ય એજન્ટો પાસે જ્યારે કોઈ અરજદાર RC બુક બનાવવા માટે આવતા હતા તેમને પણ રફીક 200-500 રૂપિયામાં પોલીસના ડુપ્લીકેટ સર્ટિફિકેટમાં અસલાલી પોલીસના સિક્કા વાળો કોરો સર્ટિફિકેટ આપતો હતો.

આવા જ 3 RTO એજન્ટ ચિંતન શાહ, હિતેશ ઠકકર અને અબ્દુલ કાદર પઠાણને પણ ડુપ્લીકેટ સર્ટિફિકેટ સાથે ધરપકડ કરી છે. જે મુખ્ય સૂત્રધાર રફીક દ્વારા અન્ય RTO એજન્ટને પોલીસના સિક્કા અને બનાવટી સર્ટિફિકેટ કોરા આપી દેતો હતો. જે બાદ અન્ય એજન્ટો અરજદારો પાસેથી 5 થી 7 હજારમાં રૂપિયા મેળવી ડુપ્લીકેટ RC બુક લેતો હતો,આરોપી રફીક શેખ છેલ્લા કેટલાય સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો. જેના માટે તેણે રૂપિયા કમાવવા શોર્ટકટ અપનાવ્યો હતો. જો કે, હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

અસલાલી પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવીને નિવૃત્ત થયેલા પોલીસ સબ ઇન્સ્પેકટરની સહી કરીને આરોપી રફીક ખોટું સર્ટિફિકેટ બનાવતો હતો. આરોપી સાથે અન્ય 17 જેટલા RTO એજન્ટો પણ સામેલ હતા. જેમને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરાઇ છે. સાથે જ વસ્ત્રાલ RTO કચેરીમાં આવા ડુપ્લીકેટ સર્ટિફિકેટના આધારે કયા પ્રકારની પ્રવુત્તિ કરાઇ છે તેની તપાસ હાથ ધરાઇ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">