VADODARA : સાવલીની સગીરા પર દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકને  LCBએ ઝડપી પાડ્યો

VADODARA : સાવલીની સગીરા પર દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકને LCBએ ઝડપી પાડ્યો

| Edited By: | Updated on: Dec 05, 2021 | 6:05 PM

SAVLI RAPE CASE : ટેકનિકલ સર્વેલન્સને આધારે માલુમ પડ્યું હતું કે આરોપી વડોદરા આસપાસ જ ફરી રહ્યો છે. કરજણ ટોલનાકા પર તેનું લોકેશન ટ્રેસ થતા LCBએ આરોપીને ઝડપી પાડ્યો હતો.

VADODARA : વડોદરામાં સાવલીની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવકને કરજણ ટોલનાકા નજીક LCBએ ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ મુંબઇનો છે અને ઘટનાને અંજામ આપીને ભાગી ગયો હતો.જેને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ફેસબુકના માધ્યમથી વિધર્મી યુવક યુવતીના પરિચયમાં આવ્યો હતો અને વડોદરાના કમાટીબાગ ખાતે બોલાવીને તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાની સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.દુષ્કર્મના આરોપી સામે કડક પગલાંની માંગ ભોગબનનાર પરિવારે કરી છે.

ભોગબનનાર પીડિતાએ તેના પરિવારને જાણ કરી હતી કે વિધર્મી યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના અંગે પીડિતાના પરિવારે ગઈકાલે 4 ડિસેમ્બરે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીના પરિવારની ફરિયાદ બાદ સાવલી પોલીસ તેમજ LCB દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

ટેકનિકલ સર્વેલન્સને આધારે માલુમ પડ્યું હતું કે આરોપી વડોદરા આસપાસ જ ફરી રહ્યો છે. કરજણ ટોલનાકા પર તેનું લોકેશન ટ્રેસ થતા LCBએ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે મુંબઈના અંધેરીનો રહેવાસી તોહિદ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. અને પૂછપરછ શરૂ કરી હતી.

આ પણ વાંચો : GANDHINAGAR : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “ગર્વથી કહીએ છીએ કે કાશ્મીર આપણું છે”

આ પણ વાંચો : JAMNAGAR : નૌસેના સપ્તાહ 2021ની ઉજવણીના ભાગરૂપે INS વાલસુરા ખાતે બિટિંગ ધ રીટ્રિટ કાર્યક્રમ યોજાયો