AHMEDABAD : સરખેજ પોલીસે સરકારી અને ખાનગી જમીન પર દબાણ કરનારા 43 લોકો સામે ગુનો નોંધ્યો

|

Dec 13, 2021 | 7:37 PM

Land Grabbing in Ahmedabad : સરખેજ-જુહાપુરા વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી જમીનો પચાવી પાડનાર કુખ્યાત નઝીર વોરા, કાલુ ગરદન અને સુલતાન ખાન પઠાણ બાદ પોલીસે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી વિરુધ્ધ પણ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

AHMEDABAD : સરખેજ પોલીસે સરકારી અને ખાનગી જમીન પર દબાણ કરનારા 43 લોકો સામે ગુનો નોંધ્યો
Land Grabbing in Ahmedabad

Follow us on

AHMEDABAD : સરખેજ પોલીસે શહેરમાં સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લેનારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે.સરખેજ પોલીસે એક અઠવાડિયાના સમયગાળામાં 5 જેટલી લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશનની ફરિયાદ નોંધી જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.રવિવારે અલગ અલગ બે ફરિયાદમાં સરખેજ પોલીસે 43 લોકો સામે ગુનો નોંધ્યો છે.

સરખેજ-જુહાપુરા વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી જમીનો પચાવી પાડનાર કુખ્યાત નઝીર વોરા, કાલુ ગરદન અને સુલતાન ખાન પઠાણ બાદ પોલીસે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી વિરુધ્ધ પણ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. અહેમદ મંડલીએ ખેડૂતો સાથે મળીને સરકારી જમીન પચાવી પાડી તેના ઉપર ગેર કાયદેસર રીતે કે.ડી.ફાર્મ બનાવી દીધું હતું. મકરબાના રેવન્યુ તલાવી આદિત્ય ઠક્કરે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ 2 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાંથી એક ફરિયાદમાં આરોપી તરીકે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી સહિત 10 લોકો સામે ગુનો નોંધાયો છે.

આરોપીઓએ સરકારી પડતર જમીન ઉપર કે.ડી.ફાર્મ બનાવ્યું હતું, આટલું જ નહીં રૂ.20 કરોડની કિંમતની સરકારી પડતર જમીન પચાવી પાડવા માટે કોર્ટમાં પણ ખોટું લિટિગેશન ઊભું કર્યું હતું. જેથી સરખેજ પોલીસે મુખ્ય આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જે પચાવી પાડેલી જમીનની કિંમત 80 કરોડ રૂપિયા જેટલી થાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ ગુનામાં પકડાયેલો આરોપી અહેમદ મંડલી અનેક ગુનાઓમાં સામેલ હોવાનું ખુલતા સરખેજ પોલીસે તેનો ગુનાહિત ઇતિહાસ જાણવા તજવીજ હાથ ધરી છે.ત્યારે અન્ય લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં 33 લોકો સામે ગુનો નોંધાયો છે.જે આરોપીઓએ મકરબામાં સરકારી પડતર જમીન પર કબ્જો કરી બાંધકામ કરીને આ જમીન પચાવી પાડવા કોર્ટમાં ખોટા લિટીગેશન કર્યા હતા.

મહત્વનું છે કે હાલમાં જ સરખેજ પોલીસે સરખેજ રોઝા ટ્રસ્ટની જમીન પચાવી પાડનાર સરફરાજની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે ત્યારે વધુ બે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અંતર્ગત નોંધાયેલી ફરિયાદમાં સામે 42 આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટિમો બનાવી છે.

આ પણ વાંચો : KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન

આ પણ વાંચો : કચ્છમાં આહીર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, એક જ દિવસમાં 1080 વર-કન્યાના લગ્ન થયા

Next Article