Sabarknatha: વિધર્મી યુવકે તસ્વીરો જાહેર કરવાની ધમકીઓ આપતા યુવતીએ ભર્યુ અંતિમ પગલુ, યુવકની ધરપકડ

યુવકે અવાર નવાર ટેકસ્ટ મેસેજ કરીને યુવતી પર દબાણ કરી મુક્યુ હતુ. પોલીસે મોબાઈલ ફોન મેળવી FSL તપાસમાં મોકલવા તજવીજ હાથ ધરી.

Sabarknatha: વિધર્મી યુવકે તસ્વીરો જાહેર કરવાની ધમકીઓ આપતા યુવતીએ ભર્યુ અંતિમ પગલુ, યુવકની ધરપકડ
આરોપી
| Updated on: Jul 31, 2021 | 10:46 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himmatnagar)ના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતી પર વિધર્મી યુવકે ત્રાસ ગુજાર્યો હતો. જેને લઈ યુવતીએ ઘરે દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે (Himmatnagar Rural Police) વિધર્મી યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુન્હો દર્જ કરી ધરપકડ કરી છે. યુવકના મોબાઈલમાં રહેલી તસ્વીરો યુવતીના જીવ ત્યજવા માટે મજબૂર બનાવતો આ કિસ્સો યુવતીઓને માટે લાલબત્તી સમાન છે.

 

હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતી પર સ્થાનિક વિધર્મી યુવતીએ ત્રાસ ગુજાર્યો હતો. વિધર્મી યુવકે યુવતીને પોતાની જાળમાં ફસાવીને યુવતીના ફોટો પોતાની પાસે રાખી લીધા હતા. જે ફોટોગ્રાફના આધારે અવારનવાર યુવતી પર દબાણ કરતો હતો અને બદલામાં તે તસ્વીરોને જાહેર કરી દેવા માટેની વાત કરતો હતો.

 

જેને લઈને યુવતી પર માનસિક દબાણ વધતુ જવા લાગ્યુ હતુ. યુવતીએ તેનો મોબાઈલ નંબર બ્લોકમાં રાખી દેવા છતાં તેની પર દબાણ સતત કરતા આખરે યુવતીએ પોતાની અને પરિવારની બદનામીના ડરે ઘરે જ દવા પી લઈને આત્મહત્યા કરી લેવાનું પગલુ ભર્યુ હતુ.

 

હિંમતનગર DySP કે.એચ.સૂર્યવંશીએ (KH Suryavanshi) કહ્યું હતુ કે આરોપીને તરત જ ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પાસેથી ફોન મેળવીને તેને FSLમાં તપાસ કરવા માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આમ પુરતા પુરાવાઓ એકઠા કરવા સહિત દુષ્પ્રેરણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીના અંતિમ સંસ્કાર બાદ યુવતીના પરિવારે તેનો ફોન તપાસતા તેમાંથી વિધર્મી યુવકના મેસેજ જોવા મળ્યા હતા. જે સંદેશાઓ યુવતી પર દબાણ વર્તાવી રહ્યા હતા. જેને લઈને યુવતીએ આત્મહત્યા કરી હોવાથી પોલીસ મથકે પહોંચી પરિવારે યુવક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

 

યુવતી પર ત્રાસ ગુજારવાને લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરોપી મસી અહેમદ અબ્બાસ નામના યુવક સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને તેનો મોબાઈલ ફોન એફએસએલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આમ મોબાઈલમાં લીધેલી તસ્વીરો યુવતીના જીવની વેરી બની હતી અને યુવતીએ આખરે પોતાનો જીવ ત્યજવા મજબુર બનવુ પડ્યુ હતુ.

 

ઝડપાયેલો આરોપીઃ

અહેમદ અબ્બાસ કમરઅલી મસી, રહે. કનાઈ તા. હિંમતનગર જી. સાબરકાંઠા

Arrested accused youth

આ પણ વાંચોઃ કોલકાતામાં અશ્લીલ રેકેટનો પર્દાફાશ થયો, મોડલ્સ પાસે બળજબરીથી અશ્લીલ વીડિયો બનાવવા બદલ અભિનેત્રીની કરાઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

 

આ પણ વાંચોઃ Bhavnagar: રસ્તાઓ પર ખાડા અને રખડતાં ઢોરથી લોકોને હાલાકી, અકસ્માતની ઘટનાઓ વધી