RAJKOT : ધાર્મિક પ્રસંગમાં ન લઇ જતા 10 વર્ષની દિકરીએ કરી આત્મહત્યા, બાળાને ક્રાઇમ આધારીત સિરીયલો જોવાની આદત હતી

|

Dec 13, 2021 | 3:17 PM

આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે.જે ઉંમરમાં જીવન અને મરણ વચ્ચેનો તફાવત પણ ન ખબર હોય તેવી ઉંમરમાં આત્મહત્યા જેવું પગલું ભરવું ખૂબ જ ચિંતાજનક છે.દરેક માતા પિતાએ તેના બાળકો સાથે સ્નેહ પ્રેમ અને લાગણીસભર વ્યવહાર કરવો જોઇએ અને તેના વર્તન પર બરાબર નજર રાખવી જરૂરી છે.

RAJKOT : ધાર્મિક પ્રસંગમાં ન લઇ જતા 10 વર્ષની દિકરીએ કરી આત્મહત્યા, બાળાને ક્રાઇમ આધારીત સિરીયલો જોવાની આદત હતી
બાળકીનો આપઘાત

Follow us on

આપ અથવા તો આપનું બાળક ઘરે ટીવીમાં આવતી ક્રાઇમની સિરીયલો જોતા હોય તો ચેતી જજો કારણ કે રાજકોટમાં એક ધાર્મિક કાર્યક્રમમાં જવા ન મળતા ધોરણ ૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની દિકરીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરની શેરી નંબર ૨માં રહેતી ખુશાલી કપિલભાઇ ચૌહાણ નામની બાળાએ પોતાના મકાનના ઉપરના ભાગે ગળેફાંસો લગાવી લેતા તેનું મોત નીપજ્યું હતું.

બે વખત ફાંસો લગાવવાનો પ્રયત્ન કર્યો,ક્રાઇમની સિરીયલ જોવાની ટેવ હતી-ખુશાલીના કાકા

દિકરીના કાકાના કહેવા પ્રમાણે ખુશાલીના માતા પિતા ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા જો કે ત્યાં ખુશાલીને પણ જવું હતું પરંતુ ખુશાલીને ન લઇ ગયા જેથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.ખુશાલીના કાકાના કહેવા પ્રમાણે તેને બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો એક વખત નિષ્ફળ થયા બાદ બીજી વખત સેટી પર ખુરશી રાખીને દુપટ્ટો છત સાથે બાંઘ્યો હતો અને તેમાં લટકાયને મૃત્યુ પામી હતી.ખુશાલીના કાકાના કહેવા પ્રમાણે તે ટીવીમાં આવતી ક્રાઇમ સિરીયલો જોવાની ટેવવાળી હતી જેથી તેમાંથી જોઇને આ પગલું ભર્યું હોવાની શંકા છે.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

બાળક એકલું પડી જતું હોય છે,તે એકલું ન પડે તેની તકેદારી રાખવી-મનોવૈગ્નાનિક વિભાગ.

બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈગ્નાનિક વિભાગે આ કિસ્સાના ચેતવણીરૂપ ગણાવ્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિભાગના પ્રોફેસર ધારા દોશીના કહેવા પ્રમાણે મોબાઇલના યુગમાં બાળકો એકલા પડી ગયા છે.માતા પિતા પણ પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે ત્યારે આવી સ્થિતિમાં બાળકો એકલા ન પડે તેની તકેદારી રાખવી જોઇએ.ટીવીમાં આવતી ગુનાહિત પ્રવૃતિ દર્શાવતી સિરીયલો જોવાનું ટાળવું જોઇએ જેથી બાળકોના માનસ પર વિપરીત અસર ન પડે.

આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે.જે ઉંમરમાં જીવન અને મરણ વચ્ચેનો તફાવત પણ ન ખબર હોય તેવી ઉંમરમાં આત્મહત્યા જેવું પગલું ભરવું ખૂબ જ ચિંતાજનક છે.દરેક માતા પિતાએ તેના બાળકો સાથે સ્નેહ પ્રેમ અને લાગણીસભર વ્યવહાર કરવો જોઇએ અને તેના વર્તન પર બરાબર નજર રાખવી જરૂરી છે.

 

આ પણ વાંચો : નવસારીઃ વાંસદાના ઉનાઈના ચરવી ગામે બાળક પર દીપડાનો હુમલો, બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

Published On - 3:12 pm, Mon, 13 December 21

Next Article