Rajkot: જ્ઞાન કે ડીગ્રી વગર ધમધોકાર ચલાવતો હતો ડુપ્લિકેટ લેબોરેટરી, SOG એ આ રીતે પકડ્યો આરોપીને

|

Oct 07, 2021 | 6:56 PM

રાજકોટ એસઓજીની મોટી સફળતા મળી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડુપ્લિકેટ લેબોરેટરી ચલાવતો સંચાલક ઝડપાયો છે. ચાલો જાણીએ વિગત.

રાજકોટમાં ડુપ્લિકેટ લેબોરેટરી ધમધમતી હતી. જે પકડાઈ ગયાની માહિતી સામે આવી છે. રાજકોટ એસઓજી અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ડુપ્લિકેટ લેબોરેટરી ઝડપી પાડવામાં આવી છે. તબીબી ક્ષેત્રે ચાલતી બદીઓ નાબૂદ કરવા અનેક ઈસમો ઉપર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આ મોટી સફળતા SOG ની ટીમે પ્રાપ્ત કરી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 6 માસથી જંગલેશ્વર વિસ્તારમાં ડુપ્લિકેટ લેબોરેટરી ચાલી રહી હતી. આ મેડિકલ લેબ ચાલવતો સંચાલક આખરે ઝડપાયો છે. પોલીસની ટીમે આરોપીને પકડવા છટકુ ગોઠવ્યું હતું. પહેલા ડમી ગ્રાહક મોકલી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ લેબોરેટરીમાં રેડ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, લેબોરેટરી ચલાવતા આ આરોપી પાસે ડીગ્રી કે, લાયસન્સ હતું નહીં. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે કુલ 90 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે લેબોરેટરી ચલાવવા B.SC માઈક્રો અને DMLTનું લાઈસન્શ હોવું જરૂરી છે. પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં આવેલ સ્પર્શ લેબોરેટરી ચલાવનાર ઇર્શાદ પાસે કોઈ ડીગ્રી કે લાયસન્સ નથી. ઇસમને તપાસ કરતા પોતે BCAનો અભ્યાસ કરેલ અને લેબ ચલાવવું કોઈ ડીગ્રી ન ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી એક સફેદ કલરનું મેરી લાઈઝર/બ્લડ ટેસ્ટ કરવાનું મશીન 70,000 રૂપિયા મળી કુલ 90,380 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે.

 

આ પણ વાંચો: લો બોલો! બિલ્ડીંગ યુઝની પરમિશન વગર રાજ્યની 48 % હોસ્પિટલોનો ધમધમી રહ્યો છે ધંધો, સર્વેના આંકડા ચોંકાવનારા

આ પણ વાંચો: ભાઉની રેલીમાં ભાજપની ભીડ: જુઓ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુરતમાં અભિવાદન રેલીના દ્રશ્યો

Next Video