Rajkot: ધંધુકામાં બનેલી ઘટના બાદ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ગત રાત્રીએ રાજકોટના વિનય ડોડિયા નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram)પર એક હિન્દુ ધર્મની ધાર્મિક પોસ્ટ (religious post)મુકી હતી. જેનો એક વિધર્મી યુવકે વિરોધ કર્યો. આ વિધર્મી યુવકે આ પોસ્ટ દુર કરવાની ધમકી આપી બિભસ્ત ગાળો લખી હતી. જેને લઇને માહોલ ખરાબ થયો હતો. બાદમાં સલીમ દલ નામના યુવકે સમાધાનના બહાને જિલ્લા ગાર્ડન ચોકમાં બોલાવ્યા હતા. ત્યારે વિનય અને તેના ચાર મિત્રો આવ્યા હતા. જેની સામે સલીમ અને તેના સાગરિતોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી વિનય અને તેના સાગરિતો ફરાર થઇ ગયા હતા. અને સલીમ અને તેના સાગરિતોએ એક વાહનમાં તોડફોડ કરી હોવાથી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
કૃષ્ણ ભગવાનની પોસ્ટ ડિલીટ કરવા કર્યુ દબાણ-વિનય
આ અંગે વિનય ડોડિયાએ મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સલીમ અને તેના સાગરિતોએ તેની ઇસ્ટાગ્રામની પોસ્ટ ડિલીટ કરવા માટે દબાણ કરી રહ્યા હતા. પોસ્ટ ડિલીટ ન કરી તો બિભસ્ત ગાળો આપવા લાગ્યા હતા. બાદમાં તેઓએ સમાધાનની વાત કરી અને જિલ્લા ગાર્ડન બોલાવીને હુમલાની કોશિશ કરી.
સલીમ વિરુધ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી
આ અંગે ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ કહ્યુ હતું કે પોસ્ટ અંગે પોલીસે સલીમ વિરુધ્ધ ગુનો નોંધીને તપાસ કરી રહી છે. ફરિયાદી ઇચ્છશે તો વધુ એક ગુનો દાખલ કરવામાં આવશે, હાલમાં સલીમ ફરાર છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે.
આવી ઘટના ન બને તે માટે સાયબર ક્રાઇમ એલર્ટ-ડીસીપી
પ્રવીણકુમાર મીણાએ વધુમાં કહ્યું હતું કે સોશિયલ મિડીયામાં આ પ્રકારની ટિપ્પણીઓ ન કરવા લોકોને અપીલ કરીએ છીએ.આવા બનાવો ન બને તે માટે પોલીસના સાયબર સેલ કાર્યશીલ છે અને તેમના દ્વારા આવી ટિપ્પણીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Dhandhuka: કિશન ભરવાડ હત્યા મામલે મોટો ખુલાસો, 6 મૌલવીઓ સંકળાયેલા હોવાનું પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું
આ પણ વાંચો : Banaskantha: એક અઠવાડિયામાં 31 જેટલા શિક્ષકો ગુલ્લી મારતા ઝડપાયા, જિલ્લા શિક્ષણાધિકારીની સરપ્રાઇઝ ચેકિંગમાં પોલ ખુલી
Published On - 4:37 pm, Sat, 29 January 22