Rajkot: “રાણો રાણાની રીતે” ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખવડે સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે કાઢ્યો ધોકો

|

Sep 23, 2021 | 1:49 PM

Devayat Khavad Fight: માથાકૂટ થતા લોકો એકઠા થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી

Rajkot: રાણો રાણાની રીતે ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખવડે સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે કાઢ્યો ધોકો
પાર્કિંગ મુદ્દે બબાલમા દેવાયત ખવડે ધોકો કાઢ્યો

Follow us on

Rajkot: ગુજરાતનાં જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad)ને લઈને સોશિયલ મીડિયામાં એક વિડિયોના સ્ક્રિન શોટ્સ (Screen Shots) વાયરલ થઈ રહ્યા છે જેમાં કલાકાર કોઈ માથાકૂટને લઈને પોતાની સોસયાટીમાં હાથમાં ધોકા અથવા લાકડી જેવી કોઈ વસ્તુ સાથે દેખાઈ રહ્યા છે અને કોઈ વ્યક્તિ તેને રોકી રહ્યા છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી રવિ રત્ન પાર્ક સોસાયટીમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે કાર પાર્કિંગ મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને લાકડી લઇને તેના જ પાડોશીને મારવાનો પ્રયાસ કર્યો હતો. માથાકૂટ થતા લોકો એકઠા થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી, જો કે બંન્ને વચ્ચે સમજાવટ બાદ સમાધાન થયું હતુ અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

શું હતો બનાવ?
આખા મામલાની વાત કરવામાં આવે તો રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગ મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝધડો ચાલતો હતો. એક સરકારી કોન્ટ્રાકટર અને એક સરકારી કર્મચારી હતા જેથી સરકારી કોન્ટ્રાક્ટરને કાર રાખવા મુદ્દે સરકારી કર્મચારીએ ટપાર્યા હતા જેથી સરકારી કોન્ટ્રાક્ટર અને કર્મચારી વચ્ચે ઝધડો થયો હતો જેથી પોતાના મિત્રને મદદ કરવા માટે દેવાયત પણ રૌફ જમાવવા આગળ આવ્યા હાતા અને લાકડી લઇને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે દેવાયત
લોકસાહિત્યકાર દેવાયત ખવડ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. સોશિયલ મિડીયામાં એક યુવતી સાથેના શાબ્દિક યુધ્ધ હોય કે પછી પૂર્વ મુખ્યમંત્રીના નિવેદનની મશ્કરી હોય. આ ઉપરાંત ડોક્ટરોએ કોરોનામાં રૂપિયા લૂંટયા હોય તેવા નિવેદનથી ભૂતકાળમાં ઘણા વિવાદમાં આવ્યા હતા.

આ પણ વાંચો: IPL 2021 KKR vs MI Live Streaming: મુંબઇ અને કલકત્તા વચ્ચે આજે જંગ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ

આ પણ વાંચો: PATAN : સાંતલપુરમાં અંધશ્રદ્ધાના નામે બાળકી સાથે ક્રૂરતા, બાળાનો હાથ ગરમ તેલમાં નાંખ્યો

Next Article