રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, દારૂની ટ્રક પાસે 4 કોન્સ્ટેબલ ઝડપાયા

|

Apr 18, 2022 | 10:27 PM

મહત્વનું છે કે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન દારૂ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના 4 કોન્સ્ટેબલ ઝડપાયા હતા.

સુરેન્દ્રનગરના સાયલામાંથી વિદેશી દારૂ સાથે ચાર કોન્સ્ટેબલ (Constable)ઝડપાવા અંગે મહત્વનો ખુલાસો થયો છે.રાજકોટ (Rajkot) ક્રાઇમ બ્રાન્ચ સાયલા પાસેથી દારૂ (Alcohol) ભરેલી ટ્રક લઇ ગઇ હોવાની વિગતો સામે આવી છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચનામું લીધા વગર જ દારૂ ભરેલી ટ્રક લઇને જઇ રહી હતી.જેને લઇ ક્રાઇમ બ્રાન્ચના ૩ હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ સામે ઇન્ક્વાયરી કરાશે.એટલું જ નહીં ક્રાઇમ બ્રાન્ચના મહિલા PSIની આ કેસમાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે.સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન દારૂ સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના 4 કોન્સ્ટેબલ ઝડપાયા હતા. સુરેન્દ્રનગરના સાયલા પાસેથી 300થી વધુ દારૂની પેટી ભરેલી ટ્રક સાથે ચાર કોન્સ્ટેબલ ઝડપાયા હતા.ગત રાત્રે વિજિલન્સીની ટીમે દારૂ ભરેલી ટ્રક જ્યારે સાયલા પાસે પકડી ત્યારે રાજકોટ સીટી ક્રાઇમના ચાર કોન્સ્ટેબલની હાજરી મળી હતી. મેરેથોન પૂછપરછ પછી સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપેન્દ્રસિંહ ઝાલા, સુભાષ, દેવાભાઇ અને ક્રિપાલસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલ વિરૂધ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.ટ્રક ડ્રાઇવરનું અપહરણ કરી જઇ દારૂને સગેવગે કરવાનો હોવાની વિજિલન્સના અધિકારીઓને શંકા છે.

 

આ પણ વાંચો :Surat: સુરતમાં રેસ્ટોરન્ટની આડમાં ચાલી રહેલા કપલ બોક્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 101

 

 

Next Video