રાજકોટના (Rajkot) કડવા પાટીદાર સમાજના અગ્રણી અને યુવી ક્લબના ચેરમેન જાણીતા એડવોકેટ મહેન્દ્ર ફળદુના(Mahendra Faldu) આત્મહત્યા કેસમાં (Suicide case) પોલીસે લુક આઉટ નોટીસ જાહેર કરી છે.આ કેસમાં એફઆરઆઇમાં જેમના નામ છે તેવા અમિત ચૌહાણ અને અતુલ મહેતા સામે પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરી છે. જ્યારે પોલીસની તપાસમાં આ કેસનો અન્ય એક આરોપી પ્રકાશ પટેલ અગાઉથી જ વિદેશ હોવાનું સામે આવ્યું છે.એટલું જ નહિ પોલીસે અન્ય આરોપીઓની પણ પાસપોર્ટ સહિતની વિગતો એકત્ર કરવાની શરૂઆત કરી છે જેના આધારે અન્ય આરોપીઓ સામે પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે.
આ શખ્સો સામે નોંધાઇ છે ફરિયાદ
એમ.એમ.પટેલ
અમીત ચૌહાણ
અતુલ મહેતા
દિપક પટેલ
પ્રણય પટેલ
જયેશ પટેલ
પ્રકાશ પટેલ
2 માર્ચે મહેન્દ્ર ફળદુએ કરી હતી આત્મહત્યા,હજુ આરોપી પોલીસ પકડથી દુર
રાજકોટના જાણીતા એડવોકેેટ મહેન્દ્ર ફળદુએ 2 માર્ચના રોજ સવારના સમયે 150 ફુટ રિંગરોડ પર આવેલી નક્ષત્ર બિલ્ડીંગમાં ઝેરી દવા પી અને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.જે પોલીસ પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.પોલીસે આ અંગે ફરિયાદમાં શામેલ સાત શખ્સોના અમદાવાદ અને રાજકોટ ખાતેના આશ્રયસ્થાનો પર દરોડા કર્યા હતા અને તપાસ કરી હતી જો કે પોલીસ આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે.
તપાસ માટે SITની રચના કરાઇ !
આ કેસમાં શરૂઆતથી પોલીસ દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે.પહેલા પોલીસે આત્મહત્યાના સ્થળ પર એફએસએલ સહિતની તપાસ કરી હતી સાથે સાથે સ્યુસાઇડ નોટ પણ કબ્જે લીધી છે.ફરિયાદ દાખલ થયાં બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આ કેસની તપાસ માટે સીટની રચના કરી છે.જેમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સીટ તપાસ કરશે જેમાં એસીપી,એક પીઆઇ અને એક પીએસઆઇને શામેલ કરવામાં આવ્યા છે.
શા માટે કરી આત્મહત્યા ?
સ્યુસાઇડ નોટમાં મહેન્દ્ર પટેેલે કરેલા ઉલ્લેખ પ્રમાણે અમદાવાદના ઓઝોન ગ્રુપ દ્રારા અમદાવાદના બાવળા ખાતે એક પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. જે પેટેના 33 કરોડથી વધારે રકમના દસ્તાવેજો ઓઝોન ગ્રુપ દ્રારા કરી દેવામાં આવતા ન હતા.વર્ષ 2007માં બુકિંગ થયા બાદ વર્ષોથી આ વિવાદ ચાલતો હતો.મહેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો છે કે ઓઝોન ગ્રુપ દ્રારા રાજકીય વગ અને આઇએએસ અને આઇપીએસ સાથે ઘરોબો હોવાનું કહીને ધમકીઓ આપતા હતા.
આ પણ વાંચો : ICC Test Ranking: રવિન્દ્ર જાડેજાએ કરી કમાલ, 2017 બાદ ફરીવાર ટેસ્ટ ઓલરાઉન્ડ નંબર 1 બન્યો
આ પણ વાંચો : Gandhinagar: સત્યાગ્રહ છાવણી ખાતે ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓનું આંદોલન