Rajkot: હાઈફાઈ ચોર! પોલીસે માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરતી ગેંગને ઝડપી

|

Aug 01, 2021 | 11:20 PM

આ શખ્સો રાજસ્થાનથી માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરવા માટે અહીં આવતા હતા. રાત્રીના સમયે કારની રેકી કર્યા બાદ આ શખ્સો મોડી રાત્રે પહેલા કારમાંથી સાયરનનો વાયર કટ્ટ કરી દેતા હતા

Rajkot: હાઈફાઈ ચોર! પોલીસે માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરતી ગેંગને ઝડપી
Scorpio stealing gang nabbed by Police

Follow us on

ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં સ્કોર્પિયો (Scorpio)કારની ચોરી કરવાની ટેવ ધરાવતી ગેંગની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) ધરપકડ કરી છે. રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનારી એક ગેંગ રાજકોટ તરફ આવી રહી છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આ શખ્સો બે સ્વીફ્ટ કારમાં પસાર થતાં પોલીસે આ ગેંગના ચાર શખ્સોને પકડી પાડ્યા હતા.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસે આ શખ્સો પાસેથી બે કાર સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસના કહેવા પ્રમાણે આ કુલ 8 શખ્સોની ગેંગ છે. જેઓ અલગ અલગ રાજ્યોમાં સ્કોર્પિયો કારની ચોરી કરે છે અને અત્યાર સુધીમાં તેઓએ વડોદરા, રાજકોટ, કચ્છ, પેટલાદ, સુરેન્દ્રનગર, હરિયાણા અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાંથી 18 જેટલી સ્કોર્પિયો કાર ચોરી કરવાની કબૂલાત આપી છે, જેમાંથી ગુજરાતની 8 સ્કોર્પિયો કાર રાજસ્થાન પોલીસના સકંજામાં છે.

 

 

પકડાયેલા આરોપીઓ

ઓમપ્રકાશ ખીલેરી
અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનિલ ખીલેરી
ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ બિસ્નોઇ પીરારામ બીસ્નોઇ

 

ચોરી કરેલી કારમાં થતી અફીણની હેરાફેરી

રાજકોટ ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાના કહેવા પ્રમાણે આ શખ્સોએ ચોરી કરેલી સ્કોર્પિયો કારમાં અફીણની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થયો છે. રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જી જે 3 એલબી 8820 નામની સ્કોર્પિયો કારની આ શખ્સોએ ચોરી કરી હતી અને આ કાર રાજસ્થાનમાં એક વ્યક્તિને વેચી નાખી હતી.

 

જેના દ્વારા આ કારમાં અફીણની હેરાફેરી કરવામાં આવી હતી. જ્યારે આ કારમાં અફીણની હેરાફેરી થઈ રહી હતી. ત્યારે રાજસ્થાન પોલીસે બાતમીના આધારે પકડવાની કોશિશ કરી, ત્યારે કારમાં સવાર શખ્સો પોલીસ પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.

 

 

કેવી છે આ ટોળકીની મોડસ ઓપરેન્ડી?

પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો રાજસ્થાનથી માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરવા માટે અહીં આવતા હતા. રાત્રીના સમયે કારની રેકી કર્યા બાદ આ શખ્સો મોડી રાત્રે પહેલા કારમાંથી સાયરનનો વાયર કટ્ટ કરી દેતા હતા. ત્યારબાદ દરવાજાના કાચને નીચે ઉતારીને તેમાં ઈમોબીલાઈઝર બદલાવી નાખતા હતા અને ત્યારબાદ કારને નવેસરથી સ્કેન કરીને ચાલુ કરીને ચોરી કરી લેતા હતા.

 

 

જો કોઈ કારમાં જીપીએસ મુકેલું હોય તો તે ચેક કરી લેતા હતા અને તેને દુર કરતા હતા. ચોરી કરાયેલી કારમાં તેઓ નંબર પ્લેટ બદલી નાખતા હતા અને જે રાજ્યમાં જાય ત્યાંની લોકલ નંબર પ્લેટ રાખી દેતા હતા. આ કાર તેઓ રાજસ્થાન લઈ જતા હતા અને ત્યાં તેઓ અફીણના વ્યવસાય સાથે સંકળેયેલા શખ્સોને નજીવી કિંમતે આ કાર વેચી નાખતા હતા.

 

 

પોલીસના કહેવા પ્રમાણે સ્કોર્પિયો કારનું ઈમોબીલાઈઝર તેઓ કબાણી પાસેથી લાવતા હોવાનો પણ ખુલાસો કર્યો છે. હાલ પોલીસે આ ગેંગના ચાર શખ્સોને પકડી પાડ્યા છે, જ્યારે હજુ પણ ચાર શખ્સો પોલીસ પકડથી દુર છે. જેની પોલીસે તપાસ શરૂ કરી છે.

 

 

પોલીસના કહેવા પ્રમાણે, અલગ અલગ રાજ્યોમાંથી ચોરી કરાયેલી સ્કોર્પિયો કારનો રાજસ્થાનમાં ગંભીર ગુનાઓમાં ઉપયોગ થતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને જેથી 8 જેટલી સ્કોર્પિયો કાર રાજસ્થાન પોલીસના સકંજામાં છે. હાલ પોલીસે આ શખ્સોએ કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં પુછપરછ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં હજુ કેટલા ગુનાઓની કબુલાત આપે છે તે જોવાનું રહ્યું.

 

આ પણ વાંચો – શ્રીદેવીના અવસાન પછી અર્જુન કપૂર અને Janhvi Kapoor ના બદલાયા સંબંધો, અભિનેતાએ કહ્યું- પહેલા તો અમે…

Next Article