RAJKOT : જો આપના બાળક સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો. આપના બાળકનું સોશિયલ મિડીયાનું (Social media) એકાઉન્ટ હેક (Account hacked)થઇ શકે છે અને આવા શખ્સો તેનો ગેરઉપયોગ કરી શકે છે. કંઇક આવું જ થયું છે રાજકોટમાં એક મહિલા સાથે, રાજકોટની સાયબર ક્રાઇમમાં (Cyber Crime) એક મહિલા અરજદારે તેની પુત્રીની ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક થયું હોવાની ફરિયાદ મળતા પોલીસે શરૂ કરી હતી. પોલીસને કરેલી ફરિયાદમાં મહિલાએ ઉલ્લેખ કર્યો હતો કે કોઇ શખ્સ દ્વારા તેની દિકરીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને બિભસ્ત વિડીયોનું સ્ટેટ્સ રાખવામાં આવ્યું છે. અને અન્ય લોકોને પણ આ પ્રકારના બિભસ્ત ફોટો મોકલવામાં આવ્યા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને બાલાજી હોલ પાસે રહેતા જયેશ લાખાભાઇ પરમાર નામના શખ્સની ધરપકડ કરી હતી.
યુવતીની બહેનપણીએ ફોન કરીને હેક અંગેની કરી જાણ
ભોગ બનનાર યુવતી તેના ઘરે હતી ત્યારે તેની બહેનપણીનો ફોન આવ્યો હતો કે તારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં બિભસ્ત વિડીયો અપલોડ થયો છે જેને જોઇને યુવતી ગભરાઇ ગઇ હતી. અને આ જાણ તેની માતાને કરી હતી.માતાએ આ અંગે રાજકોટના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આઇપી એડ્રેસના આધારે બાલાજી હોલ નજીક રહેતા જયેશ પરમારને દબોચી લીધો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ટેક્નોલોજીના યુગમાં સાવચેતી જરૂરી
ટેકનોલોજીના યુગમાં દરેક વ્યક્તિ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ કેટલાક લોકો આ ટેક્નોલોજીનો દુરપોયગ કરતા હોય છે ત્યારે લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે.સાયબર એક્સપર્ટ પોલીસ દ્રારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ આપ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરો ત્યારે તેની સિક્યુરીટીની બરાબર ચકાસણી કરવી જરૂરી છે.આપના આઇડી પાસવર્ડ લીક ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવી જોઇએ. હેકરો દ્વારા મોટાભાગે મહિલાઓના આઇડી નિશાના પર હોય છે ત્યારે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસ: દિલ્હીના મૌલવી કમર ગનીની ATSએ કરી ધરપકડ, ધંધુકા ગામ સજ્જડ બંધ જોવા મળ્યુ