રાજકોટમાં PSI-LRD ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ પોતે પોલીસમાં મોટી ઓળખાણ ધરાવતા હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં આરોપીએ દાવો કર્યો હતો કે, શારીરીક તેમજ લેખિત પરીક્ષા વગર જ સીધો જોઈનિંગ લેટર મળી જશે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ 10 લોકો પાસેથી 1 લાખ 10-10 હજાર રૂપિયા અને બે લોકો પાસેથી 4-4 લાખ મળી કુલ 15 લાખ રૂપિયાlથી વધુની માતબર રકમ ઉઘરાવી લીધી હતી.
પોલીસની પ્રાથમિક અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, કે ફરિયાદીની ઓળખ જેનીસ પરસાણા સાથે થયા બાદ સમગ્ર કૌભાંડ રચાવાનું શરૂ થયું હતું. આરોપી જેનીસ પણ પોતે પોલીસ ભરતીની તૈયાર કરતો હતો. આ દરમિયાન તેણે ફરિયાદીને લાલચ આપી કે તેની પોલીસમાં ઓળખાણ છે અને પાંચ-પાંચ લાખ રૂપિયામાં કોઈ પણ પરીક્ષા વગર પોલીસનો જોઈનિંગ લેટર મળી જશે. ફરિયાદીએ આ વાત પોતાના ગૃપમાં કહ્યા બાદ અન્ય લોકો પણ રૂપિયા આપવા માટે તૈયાર થયા હતા અને 1-1 લાખ રૂપિયા પણ આપી દીધા હતા. જોકે પોલીસ ભરતીની શારીરિક કસોટીનું રિઝલ્ટ આવ્યા બાદ કોઈના નામ ન આવતા ફરિયાદીને શંકા ગઈ હતી.
બીજી તરફ આરોપી ક્રિષ્નાએ ખાતરી આપી હતી કે, તમારો સીધો જોઈનિંગ લેટર જ આવશે. આ બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તપાસ કરતાં સમગ્ર કૌભાડ સામે આવ્યું હતું. ક્રિષ્ના મૂળ જૂનાગઢની છે અને થોડા સમય પહેલાં જ કેનેડાથી છૂટાછેડા લઈને ગુજરાત પરત ફરી છે. રૂપિયા લઈને ક્રિષ્ના પરત કેનેડા ભાગી જવાની હોવાની માહિતી પણ પોલીસને મળી છે. ક્રિષ્ના એ પણ પોતાની ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાની વાત કરી હતી. હાલ પોલીસે આ મુદ્દે વધુ તપાસ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય
આ પણ વાંચો : Vadodara: સોખડા હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણને ત્રીજી નોટિસ, ત્રણ દિવસમાં હાજર થવા પોલીસનું ફરમાન
Published On - 11:43 am, Mon, 17 January 22