RAJKOT : ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, એક મહિલા સહિત 3ની ધરપકડ

| Edited By: | Updated on: Oct 22, 2021 | 3:31 PM

રાજકોટમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એક હોટલમાંથી ડ્રગ્સના ઈન્જેક્શન સાથે ત્રણની ધરપકડ કરાઇ છે. એક યુવતી સહિત ત્રણ વ્યક્તિ આ કેસમાં પકડાયા છે.

રાજકોટમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એક હોટલમાંથી ડ્રગ્સના ઈન્જેક્શન સાથે ત્રણની ધરપકડ કરાઇ છે. એક યુવતી સહિત ત્રણ વ્યક્તિ આ કેસમાં પકડાયા છે. નોંધનીય છેકે ગઈકાલે એક મહિલાએ પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ કરી હતી. જેમાં આ મહિલાનો પુત્ર અને તેની પૂર્વ પત્ની ડ્રગ્સ લેતા પકડાયા છે.

રાજકોટનો એક ક્રિકેટર ઘર છોડી નાસી છૂટ્યો હોવાથી તેની માતાએ મીડિયાનો સંપર્ક કર્યો હતો. બાદમાં SOG પોલીસે મહિલાને લઇ તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મહિલાએ ડ્રગ્સ પેડલરના નામ આપ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રિકેટર પત્ની સાથે ડ્રગ્સનું સેવન કરતો હતો. જોકે બાદમાં ઝઘડો થતા પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

રાજકોટના અન્ડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી ચૂકેલો યુવાન ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો.જે આખરે કંટાળી માતાને સંબોધી એક ચીઠ્ઠી લખી ઘર છોડી નાસી છૂટ્યો હતો. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા રાજકોટ SOG પોલીસ મહિલાને લઇ તેનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ દરમિયાન મહિલાએ 4થી 5 જેટલા ડ્રગ્સ પેડલરના નામ આપ્યા હતા. પરંતુ પોલીસ ફરિયાદ આપવા ઇન્કાર કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે મારો દીકરો જાણીતા ક્રિકેટરો સાથે પણ મેચ રમી ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે 2500થી 3000 રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદતો હતો.  તેમણે કહ્યું હતું કે, મારા પુત્રના કહેવા મુજબ પોલીસની ગાડી લઈ માફિયા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યાં છે.

Published on: Oct 22, 2021 03:29 PM