રાજકોટ (Rajkot)માં માનવતા મરી પરવારી હોય તેવા એક ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટમાં એક યુવક પાડોશમાં (Neighbor)રહેતી બાળકીને લિફ્ટ માર મારતો હોવાના CCTV સામે આવ્યા છે. પ્લેહાઉસમાં ભણતી બાળકીને માર મારતો હૈયુ હચમચી ઉઠે તેવો વીડિયો સામે આવ્યો છે. રાજકોટ પોલીસે (Rajkot Police) યુવકની અટકાયત કરી છે.
રાજકોટમાં માધાપર ચોકડી પાસે સુંદરમ સિટી એપાર્ટમેન્ટમાં 4 વર્ષની માસૂમ બાળકીને યુવકે સ્ટીલની બોટલથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. દીકરા સાથે પ્લેહાઉસમાં સાથે અભ્યાસ કરતી પાડોશી બાળકીને યુવકે માર માર્યાના CCTV પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં લિફ્ટની અંદર પાડોશી યુવક માસૂમ બાળકીનો પગ દબાવી દે છે તેવા અને ત્યારબાદ મોઢા પર સ્ટીલની બોટલ ફટકારે છે તેવા દ્રશ્યો કેદ થયા છે.
Man along with his son thrashes a 4 year old girl with steel bottle in apartment’s lift #Rajkot #TV9News pic.twitter.com/a1vLaiEFP3
— Tv9 Gujarati (@tv9gujarati) February 22, 2022
બાળકીની માતાની વાત માનીએ તો, તેની પુત્રી અને પાડોશી રવિનો પુત્ર રેલનગરની સ્કૂલમાં સાથે અભ્યાસ કરે છે. ક્યારેક પોતે તો ક્યારેક યુવક રવિ બંનેના બાળકોને શાળાએ મૂકીને આવે છે. ગત શનિવારે રવિ બંનેને લઈને આવ્યો હતો. જો કે બાળકી લિફ્ટમાંથી નીકળીને ઘરે પહોંચી હતી અને રડવા લાગી હતી. જે અંગે પૂછતાં બાળકીએ તેને માર માર્યો હોવાની ઘટના વર્ણવી હતી.
અગાઉ પણ માર મારવાની ઘટના 4 વખત બની હતી. જેથી બાળકીની માતાએ લિફ્ટના CCTV ફુટેજ ચેક કરાવ્યા હતા. જેમાં રવિની કરતૂત જોવા મળી હતી.. વારંવાર બાળકીને માર મારવાની ઘટનાથી ત્રસ્ત મહિલાએ આખરે પોલીસને જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી રવિની અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે માનસિક વિકૃતિમાં રવિએ આવું કૃત્ય આચર્યું છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 9:22 am, Tue, 22 February 22