રેલવેના વેલફેર ઇન્સ્પેક્ટરે માંગી લાખો રૂપિયાની લાંચ, CBIએ રંગેહાથ ઝડપી પાડ્યો અધિકારીને

|

Aug 28, 2021 | 2:22 PM

એક રેલવે કર્મચારીના મૃત્યુ પછી, તેના પરિવારને સેવા અને પેન્શનની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ લેનાર વેલફેર ઈન્સપેક્ટરની સીબીઆઈની ટીમે રેડ કરી ધરપકડ કરી હતી.

રેલવેના વેલફેર ઇન્સ્પેક્ટરે માંગી લાખો રૂપિયાની લાંચ, CBIએ રંગેહાથ ઝડપી પાડ્યો અધિકારીને
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Nagpur: એક રેલવે કર્મચારીના મૃત્યુ પછી, તેના પરિવારને સેવા અને પેન્શનની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં લાંચ લેનાર વેલફેર ઈન્સપેક્ટરની ચંદ્રપુરમાં સીબીઆઈની ટીમે રેડ કરી ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી અનુપકુમાર અવડે (46) હોવાનું જાણવા મળ્યું છે. અવડે દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેના નાગપુર વિભાગમાં વેલફેર નિરીક્ષક છે.

પોલીસે કુંદા ચરણ સલોટેની ફરિયાદ પરથી કેસ નોંધ્યો છે. કુંદાના પતિ ચરણ જયરામ સલોટે બલ્લારપુરમાં દ્વારપાળ તરીકે કામ કર્યું હતું. 19 એપ્રિલ 2021ના ​​રોજ તેમનું અવસાન થયું. કુંડાએ તેમની સેવા, પેન્શનની રકમ અને તેમના પુત્રને કરુણાના આધારે નોકરી આપવા માટે અરજી કરી હતી. તેને લગભગ 11 લાખ રૂપિયા મળવાના હતા. અવડેએ રકમ મંજુર કરવા અને સમિતિ સમક્ષ પુત્રનું નામ મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 2.40 લાખની લાંચ માંગી હતી.

કુંદાએ આ કેસ અંગે નાગપુર સીબીઆઈને ફરિયાદ કરી હતી. સીબીઆઈના અધિકારીઓએ પહેલા ચકાસણી કરી હતી. તપાસમાં ફરિયાદ સાચી હોવાનું જણાયું હતું અને અવડેને રંગે હાથે પકડવાની યોજના ઘડવામાં આવી હતી. અવાડે છેલ્લા બે દિવસથી ચંદ્રપુર અને બલ્લારપુરના કર્મચારીઓના પડતર કેસોના સમાધાન માટે ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

બુધવારે સીબીઆઈની ટીમે ચંદ્રપુરમાં જ છટકું ગોઠવ્યું હતું. જેવા તેણે કુંદા પાસેથી 2 લાખ રૂપિયા સ્વીકાર્યા, સીબીઆઈની ટીમે તેને રંગે હાથ પકડી લીધો હતો. તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડ સાથે સીબીઆઈની ટીમોએ નાગપુરમાં અવડેની ઓફિસ અને ઘરની પણ શોધખોળ શરૂ કરી હતી. તેને ચંદ્રપુરની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અને અન્ય બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાતનો કેસ દાખલ

Maharashtra : મુંબઈના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અકબર પઠાણ (Akbar Pathan)અને અન્ય બે પોલીસકર્મીઓ સામે ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. તાજેતરમાં ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે છેતરપિંડીના આરોપી વ્યક્તિની તપાસ દરમિયાન અન્ય પોલીસકર્મીના નામ સામે આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગુરુવારે એક પોલીસ અધિકારીએ (Police Officer) આ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ફરિયાદી ગુરશરણ સિંહ ચૌહાણ પર ગયા વર્ષે મુંબઈના ઉપનગરીય અંધેરી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ધાતુના સાધનો વેચવાના બહાને લોકોને છેતરવાના સંબંધિત કેસમાં ગુરુશરણ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: PM મોદીએ ભાવિના પટેલની સફળતાને કરી સલામ, ટ્વીટ કરીને કહ્યુ સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે

Next Article