Gandhinagar: કલોલમાં મહિલા શિક્ષિકાના અપહરણના કેસમાં સ્થાનિક પોલીસ, LCB અને SOGએ શરૂ કરી તપાસ, CCTVના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી

|

Apr 03, 2022 | 12:40 PM

જો કે આ કેસમાં પોલીસ તપાસમાં કેટલાક ખુલાસા થયા છે. મહિલાએ પહેરેલા દાગીના લેવાનો પ્રયાસ કર્યો ન હતો. મકાનમાં ત્રણ કલાકથી વધુ સમય રહ્યા, છતાં કોઇ કિમતી વસ્તુ લીધી ન હતી.

Gandhinagar: કલોલમાં મહિલા શિક્ષિકાના અપહરણના કેસમાં સ્થાનિક પોલીસ, LCB અને SOGએ શરૂ કરી તપાસ, CCTVના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી
Kalol Police station (File Image)

Follow us on

ગુજરાત (Gujarat) માં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. ગાંધીનગર (Gandhinagar)ના કલોલમાં પણ આવી જ એક ક્રાઈમ (Crime)ની ઘટના બની હતી. કલોલ (Kalol)ના પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાં ઘરમાં ઘુસીને એક મહિલા શિક્ષિકાનું કેટલાક લોકોએ અપહરણ કર્યુ હતુ. ત્યારે ગાંધીનગરના કલોલમાં શિક્ષિકા મહિલાના અપહરણનો કેસમાં સ્થાનિક પોલીસ, LCB અને SOGએ તપાસ શરૂ કરી છે. CCTVના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે શંકાસ્પદ યુવકની પૂછપરછ શરુ કરી છે.

પોલીસ અને કાયદાનો જાણે ડર જ ન રહ્યો હોય એમ અસામાજિક તત્વો અને ગુનેગારો હવે બેફામ બની ગયા છે. ગાંધીનગરના કલોલમાં મહિલાને અપહરણ બાદ બંધક બનાવી ખંડણી પણ માગી હતી. જો કે આ કેસમાં પોલીસ તપાસમાં કેટલાક ખુલાસા થયા છે. મહિલાએ પહેરેલા દાગીના લેવાનો પ્રયાસ કર્યો ન હતો. મકાનમાં ત્રણ કલાકથી વધુ સમય રહ્યા, છતાં કોઈ કિમતી વસ્તુ લીધી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર શંકાસ્પદ યુવકની કોઈ ભૂમિકા જણાશે તો આગળ ખુલાસા થશે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

ગાંધીનગર જિલ્લાના કલોલમાં પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાંથી એક મહિલાનું અપહરણ થયું હતુ. અંદાજે 6 લોકો બપોરે સોલાર પેનલના મીટર રીડિંગના બહાને ઘરમાં ઘૂસી ગયા હતા અને મહિલાના મોઢા પર ટેપ લગાવી તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. અપહરણકારોએ આ મહિલાને 12 કલાક બંધક બનાવીને રાખી હતી. અપહરણકારોએ મહિલાના બદલામાં 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. મહિલાના પતિએ અપહરણના ગણતરીના સમયમાં જ કલોલ સીટી પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જેની જાણ અપહરણકારોને થઈ ગઈ હતી, જેથી પોલીસ ઝડપી લે તે પહેલા જ અપહરણકારોએ મહિલાને મુક્ત કરી દીધી હતી.

અપહરણકારો બીજા દિવસે સવારે કલોલના બોરીસણા રોડ પર ટેલિફોન એક્સચેન્જ નજીક મહિલાને મુક્ત કરીને ફરાર થઈ ગયા. આ અપહરણ બાદ હેમખેમ મુક્ત થયેલી મહિલાના વર્ણનના આધારે કલોલ પોલીસે ફરાર શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-

Valsad: વાપીના વ્યક્તિએ 5 લોકોને નવું જીવન આપીને દુનિયામાંથી વિદાય લીધી

આ પણ વાંચો-

Kutch: અનેક સંઘર્ષો પાર કરીને આગળ વધે અને દેશ માટે કેટલાય કાર્યો કરે તે જ મહાન માણસ બની શકે

Next Article