PNB Scam: બેંક ફ્રોડ કૌભાંડમાં CBIને મોટી સફળતા, નીરવ મોદીના નજીકના સાથી સુભાષ શંકરને કાહિરાથી મુંબઈ લવાયો

|

Apr 12, 2022 | 11:02 AM

સીબીઆઈને 13,578 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના સંબંધમાં મોટી સફળતા મળી છે, સીબીઆઈ નીરવ મોદીના (Nirav Modi) નજીકના સહયોગી સુભાષ શંકરને મિસ્ર ( ઈજિપ્ત) ના કાહિરા (કૈરો) શહેરમાંથી મુંબઈ લાવી છે.

PNB Scam: બેંક ફ્રોડ કૌભાંડમાં CBIને મોટી સફળતા, નીરવ મોદીના નજીકના સાથી સુભાષ શંકરને કાહિરાથી મુંબઈ લવાયો
Nirav Modi ( file photo )

Follow us on

પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) સાથે થયેલા 13,578 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે CBIને આજે મોટી સફળતા મળી છે, જ્યાં તેણે નીરવ મોદીના (Nirav Modi) નજીકના સાથીદાર સુભાષ શંકરની (Subhash Shankar) મિસ્ર ( ઈજિપ્ત) ના કાહિરા (કૈરો) શહેરમાંથી ધરપકડ કરીને મુંબઈ લાવી છે. CBI સૂત્રોએ આ માહિતી આપી છે. સીબીઆઈ લાંબા સમયથી બેંક ફ્રોડ કેસ પર કામ કરી રહી છે અને સુભાષ શંકરને દેશમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. 2018 માં, ઇન્ટરપોલે $2 બિલિયન PNB કૌભાંડની તપાસ CBIની વિનંતી પર નીરવ, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

ઈન્ટરપોલે ચાર વર્ષ પહેલા મુંબઈની વિશેષ અદાલતમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ અને વિશેષ ન્યાયાધીશ જેસી જગદાલે દ્વારા જાહેર કરાયેલ ધરપકડ વોરંટના આધારે રેડ કોર્નર નોટિસ (RCN) જાહેર કરી હતી. ભાગેડુ સામે જાહેર કરાયેલ તેની રેડ કોર્નર નોટિસમાં, ઈન્ટરપોલે તેના 192 સભ્ય દેશોને, રેડ કોર્નર નોટિસવાળી વ્યક્તિની ધરપકડ કરવા અથવા અટકાયત કરવા કહ્યું હતું, જેના પછી પ્રત્યાર્પણ અથવા દેશનિકાલની કાર્યવાહી શરૂ થઈ શકે છે.

સુભાષ શંકર ઘણા સમયથી ફરાર હતો

સીબીઆઈ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે સુભાષ ફાયરસ્ટાર ડાયમંડમાં ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ) હતા. તેઓએ જણાવ્યું હતું કે સુભાષ પરબ, જે કૈરોમાં કથિત રીતે છુપાયેલો હતો, તે પીએનબી કૌંભાડ જાહેર થયા બાદ ફરાર થઈ ગયો હતો. મંગળવારે વહેલી સવારે સુભાષને મુંબઈ લાવવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પૂછપરછ માટે કસ્ટડી માંગવામાં આવશે

સુભાષ કૈરોમાં છુપાયેલો હતો. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને મળેલા ઈનપુટ્સના આધારે સીબીઆઈએ આ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું અને તેને પકડવામાં સફળતા મળી હતી. હવે તેને મુંબઈની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પૂછપરછ માટે તેની કસ્ટડી માંગવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઈ સુભાષ શંકરની સાથે નીરવ મોદી, અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. નોંધનીય છે કે અગાઉ ડિસેમ્બર 2019માં હીરાના વેપારી નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ

ભારતે અમેરિકાને રોકડું પરખાવ્યું, રશિયા પાસેથી ઈંધણ ખરીદવા મુદ્દે અમને નહી યુરોપના તમારા સાથીદારોને રોકો

આ પણ વાંચોઃ

Maharashtra: ભાજપ નેતા પ્રવીણ દરેકર પર પોલીસે કડક કાર્યવાહી કરી, મુંબઈ બેંક કૌભાંડ કેસમાં ફરી તપાસ

Next Article