Ahmedabad : મોર્નિંગ વોક પર જતા લોકો સાવધાન ! અમદાવાદમાં મોબાઈલ ઝૂંટવી લેતી ગેંગ થઈ સક્રિય, પોલીસે 2 શખ્સોને ઝડપ્યા

|

Aug 11, 2023 | 4:40 PM

જો તમે મોર્નિંગ વોકમાં જતા હોવ કે પછી એકલા ચાલીને રસ્તા પર જતા હો તો થઈ જજો સાવધાન, અમદાવાદમાં રસ્તે ચાલતા વ્યક્તિઓ પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી લેતી ગેંગ સક્રિય થઈ છે, પોલીસે ગેંગના બે લોકોની ધરપકડ કરી છે.

Ahmedabad : મોર્નિંગ વોક પર જતા લોકો સાવધાન ! અમદાવાદમાં મોબાઈલ ઝૂંટવી લેતી ગેંગ થઈ સક્રિય, પોલીસે 2 શખ્સોને ઝડપ્યા
Ahmedabad Crime

Follow us on

Ahmedabad : અમદાવાદમાં મોર્નિંગ વોક (Morning Walk) પર જતા લોકોના મોબાઇલ ફોન ઝૂંટવી લેતી ગેંગ સક્રિય થઈ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ ઝૂંટવી લેતી ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો iphone તેમજ અન્ય એક રસ્તે ચાલતી જતી મહિલા પાસેથી ફોન ઝૂંટવી લીધો હતો.

આ પણ વાંચો Breaking News : બાવળા – બગોદરા હાઈવે પર ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા સર્જાયો અકસ્માત,10 લોકોના મોત, 3 ઈજાગ્રસ્ત

સામાન્ય રીતે લોકો મોર્નિંગ વોકમાં અથવા તો મોડી રાત્રે ચાલવા જતા હોય છે. પોતાના ઘરની આસપાસના બાગ બગીચા કે રસ્તા ઉપર લોકો ચાલવા જતા હોય છે. ત્યારે આવા સમયે મોબાઇલ ફોન પર વાત કરતા લોકોના મોબાઇલ ઝૂંટવી લેવાની અનેક ફરિયાદો સામે આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે મોબાઈલ ઝૂંટવી લેતા શખ્સોની ધરપકડ કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અમદાવાદમાં પર મોર્નિંગ વોક માટે નીકળતા લોકોને શખ્સો ટાર્ગેટ બનાવતા

આ શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર આ પ્રમાણે જે લોકો સવારે અથવા રાતે ચાલવા જતા હોય છે અને તે સમયે મોબાઇલ ફોન પર વાત કરતા હોય છે ત્યારે તેમને ટાર્ગેટ કરતા હતા અને મોકો જોઈને તેમનો મોબાઈલ ફોન ઝૂંટવી લેતા હતા. આ બંને ચોરો સામાન્ય રીતે મહિલાઓને પોતાનો પ્રથમ ટાર્ગેટ બનાવતા હતા. કેમકે મહિલાઓ જ્યારે ફોનમાં વાત કરતી હોય ત્યારે તેમની પાસેથી ફોન ઝૂંટવી લેવો સહેલો હતો.

ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસજી હાઇવે પર ફાલ્કન પંપ પાસેથી મૂળ યુપીના એવા રવિરાજ ચંડેલ અને ઓમકારસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તેઓ બંને ચાંગોદર જીઆઇડીસી વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કરે છે. તેઓ બંને પાસેથી પોલીસને બે iphone તેમજ એક મોટરસાયકલ સહિત સવા લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને આરોપીઓએ ત્રીજી ઓગસ્ટના રાત્રિના સમયે આનંદનગર વિસ્તારમાંથી ચાલીને જઈ રહેલા એક મહિલા કે જે ફોન ઉપર વાત કરતા હતા તેમની નજર ચૂકવી તેનો ફોન ઝૂંટવી લીધો હતો.

તો બીજી તરફ 24 જુલાઈના દિવસે મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલા ફોન પર વાત કરતી હતી તે દરમિયાન પણ તેના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને પાસેથી બે iphone કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ બંનેની સાથે આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે અને અન્ય કોઈ જગ્યાએથી આ પ્રમાણે મોબાઈલ ફોન ઝૂંટવી લેવાના કેસમાં બંને સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article