Navsari : જમીનના ધંધામાં છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ મોટા પાયે બહાર આવી રહ્યા છે. જેમાં નવસારી અને સુરત જિલ્લામાં વધુ પડતા જમીન છેતરપિંડીના (land fraud case)કિસ્સાઓમાં પ્રકાશમાં આવી રહ્યા છે. મૂળ સુરતની અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના (Congrees) સસ્પેન્ડેડ ઉપ-પ્રમુખ મેઘના પટેલનો (Meghna Patel) જમીન છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેને લઇને રાજકારણ ગરમાયું છે. અને ખેડૂતો સાથે છેતરપિંડીના પગલે મેઘના પટેલ પોલીસના સકંજામાં (Arrest) આવી ગયા છે.
લીલીછમ કમાણી કરી આપતો જમીનના ધંધાની આજે બોલબાલા છે. કરોડો રૂપિયા એકી ઝાટકે કમાઈ લઈને માલામાલ થઈ જતા વાર નથી લાગતી. આવી લાલસા જોઈને જમીનની લેવેચ કરવા ટોપીબાજો મેદાને ઉતરતા રહ્યા છે. સુરતની કોંગી મહિલા મેઘના પટેલે નવસારીના ચીખલી તાલુકાના માલ્યાધરા ગામે જમીનનું ચિટિંગ કરીને ફરિયાદીને ચુનો લગાવ્યો છે. માલ્યાધરા ગામના મૂળ માલિક દેવાભાઈ લાડ પાસે દસ્તાવેજ કરીને બરોબાર લાખોની છેતરપિંડી કરી છે. કોંગ્રેસની નામાંકિત મહિલા મેઘના પટેલ અને તમને બે સાગરીત સામે સુરતના વિરલ તાલિયાએ છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ ચીખલી પોલીસને કરતા પોલીસે કોંગી મહિલા આગેવાનની ધરપકડ કરી છે. ભેજાબાજ મહિલાએ મૂળ માલિક પાસે ત્રણ વીઘા જમીન 12 લાખ 80 હજાર રૂપિયા જંત્રીના આપીને દસ્તાવેજ કરાવી લીધા બાદ અન્ય ગ્રાહક ફરિયાદી સાથે 70 લાખનો સોદો પાડયો હતો. તે કામમાં પણ ભલેવાર કર્યો ન હતો. અને ફરિયાદી વિરલ દાલિયાને દસ્તાવેજ ન બનાવતા સમગ્ર પ્રકરણમાં ચતુર ચિટર મહિલાનો ભાંડો ફૂટ્યો હતો.
ચતુર ચીટર કોંગ્રેસી મહિલા મેઘના પટેલે મૂળ માલિક સાથે જમીનની કિંમત 90 લાખ ગણી હતી. અને શરૂઆતમાં 12.80 લાખ આપીને વૃદ્ધ કાકાને વાયદાની ગોળીઓ પીવડાવીને બારોબાર ત્રીજા ઇસમ સાથે સોદો કરીને માલ ખાઈ જવાની ફિરાકમાં હતી. પણ શેરના માથે સવા શેર એવા સુરતના ફરિયાદી વિરલએ ચીખલી પોલીસને ફરિયાદ કરતા મામલો બહાર આવતા મેઘના પટેલ પાંજરામાં બેસવાનો વારો આવ્યો છે. જોકે સિકંદર અને શૈલેષ શાહ હજી પોલીસ પકડથી દુર છે.
આમ, કોંગ્રેસ ને વધુ ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. આવનાર વિધાનસભા ચૂંટણી લડવાના સમયે પક્ષની છબી મેઘના પટેલે ખરડી છે. જોકે મેઘના પટેલ સાથે બે અન્ય ઈસમો પણ છેતરપિંડીમાં સામેલ હતા. તેઓ પણ 12 લાખ 80 હજારમાંથી પણ 7 લાખથી વધુ અને ગ્લાસ તોડા બાર આના જેવો ઘાટ થયો હતો.
આ પણ વાંચો : RAJKOT : યુવતીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને બિભસ્ત વિડીયો અપલોડ કરાયો