નવસારી જિલ્લા પોલીસ વડાને મળી જમીન સંપાદન, જમીન વિવાદની 700 જેટલી ફરિયાદ, SITની રચના કરાઇ

|

Jan 28, 2022 | 10:18 PM

આ સમગ્ર વળતર કૌભાંડને લઇ સુરતના બે આરોપીઓ માટે સુરત એલસીબી તપાસ કરી રહી છે. જોકે જમીન વળતર છેતરપિંડી મુદ્દે મહેસુલ મંત્રી અને રેન્જ આઈજીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં જમીન સંપાદન અને જમીન વિવાદની 700 જેટલી ફરિયાદો જિલ્લા પોલીસ વડાને મળી છે.

નવસારી  જિલ્લા પોલીસ વડાને મળી જમીન સંપાદન, જમીન વિવાદની 700 જેટલી ફરિયાદ, SITની રચના કરાઇ
Navsari district police chief received 700 complaints of land dispute

Follow us on

સુરત અને નવસારીમાં (Navsari) સોનાની લગડી સમાન જમીન (land) પચાવી પાડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. જેમાં નવસારી જિલ્લામાંથી પસાર થતાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેના જમીન વળતરના કિસ્સાઓમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાતા રાજ્ય સરકાર આકરા પાણી આવી ગઈ છે. નવસારી જિલ્લામાં જમીન છેતરપિંડીના (Fraud) 700 જેટલા ગુનાઓ નોંધાતા પોલીસે એસઆઈટી (SIT) બનાવી તપાસ હાથ ધરી છે

નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે જેવા પ્રોજેક્ટો માટે મસ્ત મોટી જમીન એક વાયર કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને અન્યાય ન થાયને ધ્યાને રાખીને રાજ્ય સરકાર કડકાઈથી પગલાં લઈ રહી છે. નવસારીમાંથી પસાર થતાં બરોડા મુંબઈ એક્સપ્રેસ હાઈવે જમીન વળતર બાબતે છેતરપીંડીની વાત સામે અવતા આરોપીઓ વિરુદ્ધ કડક પગલા ભરવા સરકારે પણ સૂચન કર્યું છે. નવસારીના ચીખલી ખાતે એક ખેડૂતની જમીનના નાણા બોગસ કાગળો થકી ઉપાડી લેતા ફરિયાદ નોંધાઈ છે. જોકે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

સુરત અને નવસારીના આરોપીઓએ કાવતરું રચી બોગસ દસ્તાવેજો ઉભા કરી જમીનના મૂળ માલિકની જાણ બહાર જમીન વળતરના રૂપિયા ઉપાડી લીધા હતા. જોકે આ સમગ્ર મામલે સુરતના બે અને નવસારીના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ ચીખલી પોલીસ સ્ટેશ ખાતે નોંધાવી છે. મહત્વનું છે કે આ કૌભાંડમાં સુરતના બે એડવોકેટોનો આરોપીઓમાં સમાવેશને લઇ સુરતના વકીલ એ.એ શેખ અને જફર એ. શેખ  વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે. ખેડૂતો સાથે થતા આવા અન્યાય ને અટકાવી સરકાર આરોપીઓને સજા આપે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો

આ સમગ્ર વળતર કૌભાંડને લઇ સુરતના બે આરોપીઓ માટે સુરત એલસીબી તપાસ કરી રહી છે. જોકે જમીન વળતર છેતરપિંડી મુદ્દે મહેસુલ મંત્રી અને રેન્જ આઈજીને પણ ફરિયાદ કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં જમીન સંપાદન અને જમીન વિવાદની 700 જેટલી ફરિયાદો જિલ્લા પોલીસ વડાને મળી છે. બુલેટ ટ્રેન અને ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનમાં ખોટા પાવર ઓફ એટર્ની બનાવી જમીનના નાણા પચાવી પાડવાની 17 જેટલી ફરિયાદ જિલ્લા પોલીસ વડાને મળી છે. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી. એસ.આઈ.ટીની તેની ટીમ રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપરત કરશે. નવસારી જીલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ મારફતે આગામી દિવસમાં જમીન સંપાદનમાં ઘણા બધા આરોપીઓની ધરપકડ થવાની સંભાવનાના એંધાણ આપી ટીમને કામે લગાડી છે.

જગતના તાતના હકનું છીનવી આવા કૌભાંડો કરતા અધિકારી તેમજ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેના માટે ખેડૂતો આગળ આવ્યા છે. જીલ્લા પોલીસે પણ આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇ તપાસનો દોર આગળ વધાર્યો છે. ભવિષ્યમાં જો ખેડૂતો સાથે આવા બનાવ બનવા પામે તો તાત્કાલિક જીલ્લા પોલીસ વડાની કચેરીનો સંપર્ક સાધવા જણાવ્યું છે. મહત્વનું છે કે આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન મોટા માથાઓના પણ નામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જેને પગલે ભૂ-માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુખ સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયા

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : વઢવાણમાં ઐતિહાસિક વારસા માટે આંદોલન, ગઢની દિવાલ તોડતા સ્થાનિકોનો વિરોધ

 

Published On - 10:12 pm, Fri, 28 January 22

Next Article