Navsari બે યુવાનોના કસ્ટોડિયલ ડેથ મામલે બે પોલીસકર્મીની ધરપકડ કરાઇ

|

Sep 25, 2021 | 9:01 AM

નવસારી કસ્ટોડિયલ ડેથ કેસ મામલે પોલીસે બે અમલદારોની ધરપકડ કરી છે. આ આરોપીઓ પી.આઈ. અજીતસિંહ વાળા અને કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા બે મહિનાથી ફરાર હતા.

નવસારીના(Navsari) ચીખલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં થયેલા બે યુવાનોના મોત(Custodial Death) મામલે પોલીસે બે અમલદારોની ધરપકડ કરી છે. આ આરોપીઓ પી.આઈ. અજીતસિંહ વાળા અને કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા બે મહિનાથી ફરાર હતા. જેમને આખરે નવસારી પોલીસે ઝડપી પાડ્યા છે.

બે મહિના પહેલાં પોલીસની કસ્ટડીમાં વઘઈના બે યુવાનોના મોત થયા હતા. આ અંગે એક પી.આઈ., એક પી.એસ.આઈ. અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ચારેય આરોપી પોલીસકર્મી ફરાર થઈ ગયા હતા, જેમાંથી બે આરોપીની ધરપકડ બાદ હજી પણ બે આરોપી ફરાર છે.

ઉલ્લેખનીય છે કે, નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં થયેલા બે યુવાનોના મોત મામલે અનેક વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. તેમજ આ યુવાનોને ન્યાય અપાવવા માટે આરોપી પોલીસકર્મીઓને પકડવા માટે પણ અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી.

જેમાં બે મહિના પહેલા વઘઇના બે યુવાનો ચોરીના ગુનામાં ઝડપાયા હતા અને તેનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજતા પીઆઈ, પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ બે મહિના વીતી ગયા છતાં આરોપીઓ પોલીસ કર્મીઓની ધરપકડ ન થતા આદિવાસી સમાજે ધરણાની ચીમકી ઉચ્ચારી હતી

નવસારી કસ્ટોડિયલ ડેથ કેસ મામલે રસ્તા પર ઉતરી લોકોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ કસ્ટોડિયલ ડેથના મૃતક બે યુવાનોને ન્યાય અપાવવા બેનરો લઈ લોકો રસ્તા પર ઉતર્યા હતા. તેમજ ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથના આરોપીઓને ના પકડતા ન્યાય રેલી પણ નીકાળવામાં આવી હતી.

આ કેસમાં આરોપીઓ PI,PSI અને 3 કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય, આ વિસ્તારના લોકો ત્રાહિમામ

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મુદ્દાઓ ગાજ્યા, તંત્રની બેદરકારીનો આક્ષેપ

Published On - 9:00 am, Sat, 25 September 21

Next Video