Mumbai Sakinaka Rape: ખૂબ જ દુ:ખદ અને ભયાનક સમાચાર. મુંબઈમાં ક્રૂર રીતે બળાત્કારનો ભોગ બનેલી 34 વર્ષીય મહિલાને બચાવી શકાઈ નથી. મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે. અતિશય રક્તસ્રાવને કારણે, આજે (11 સપ્ટેમ્બર, શનિવાર) બપોરે 12 વાગ્યે મૃત્યુ થયું છે. મુંબઈના અંધેરીના સાકીનાકામાં, મોહન ચૌહાણ નામના નરાધમે અડધી રાત્રે ક્રૂરતાની તમામ હદો પાર કરી હતી.
આ નિર્દય અને બર્બર વ્યક્તિની પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ધરપકડ કરી છે. જે ટેમ્પોમાં બળાત્કાર થયો તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. ગઈકાલે જ બળાત્કારના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ IPCની કલમ 307 અને 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પોલીસે (Mumbai Police) આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ પણ નોંધ્યો છે.
આ મુદ્દે Tv9 મરાઠી સાથે વાત કરતા વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દારેકર (BJP) એ કહ્યું કે આવી ઘટના મુંબઈ જેવા શહેરમાં બને છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોમાં કાયદો અને વ્યવસ્થાનો ભય સમાપ્ત થઈ ગયો છે. રાજ્યમાં મહિલાઓની સલામતી અંગે ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
શિવસેનાના નેતાઓ નીલમ ગોરહે અને મનીષા કાયંદેએ ફાંસીની સજાની માગ કરી છે. નીલમ ગોરહેએ કહ્યું કે નિર્ભયા કેસ બાદ કાયદામાં કડકતા લાવવામાં આવી હતી, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આવા કેસો ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આવા લોકોની માનસિકતા હજુ પણ બદલાઈ નથી. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે તેમનો જવાબ આપતા કહ્યું છે કે આવી ક્રૂરતા ક્યાંથી આવે છે, મને સમજાતું નથી.
શું છે સમગ્ર મામલો?
દિલ્હીમાં નિર્ભયા ગેંગરેપ જેવી ઘટના શુક્રવારે મુંબઈના અંધેરીના સાકીનાકા વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી. રસ્તાની બાજુમાં પાર્ક કરાયેલા ટેમ્પોની અંદર 34 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ સાથે લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે મહિલા સાથેની આ હિંસક ઘટના 2012 ના ‘નિર્ભયા’ કેસની યાદ અપાવે છે. અધિકારીએ જણાવ્યું કે, આરોપી મોહન ચૌહાણની ઘટનાના થોડા કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસે કહ્યું કે શુક્રવારે સવારે પોલીસ કંટ્રોલ રૂમને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે ખૈરાની રોડ પર એક પુરુષ એક મહિલાને નિર્દયતાથી મારી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ મહિલાને ઘટનાસ્થળેથી રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા સાથે બળાત્કારની પુષ્ટિ થઈ હતી. આજે (શનિવારે) તે મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચો: OMG: વર્ષો જૂની તસવીરમાં જોવા મળી દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ, ફેન્સ રહી ગયા શોધતા
આ પણ વાંચો: Ahmedabad : અંગદાન મહાદાન, આ સૂત્રને ફરી મોરબીના એક પરિવારે સાબિત કર્યું ,ચાર લોકોને નવજીવન મળ્યું