Maharashtra : ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની વધી મુશ્કેલી, દેશમુખ હાજર ન થતા EDએ કોર્ટનો લીધો સહારો

મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખની (Anil Deshmukh) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. વારંવાર સમન્સ મોકલવા છતા દેશમુખ હાજર ન થતા EDએ કોર્ટનો સહારો લીધો છે.

Maharashtra : ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની વધી મુશ્કેલી, દેશમુખ હાજર ન થતા EDએ કોર્ટનો લીધો સહારો
Anil Deshmukh (File Photo)
| Edited By: | Updated on: Sep 19, 2021 | 11:51 AM

Maharashtra :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વારંવાર સમન્સ આપવા છતાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને હાજર ન થવા બદલ EDએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ED એ મની લોન્ડરિંગ કેસના આરોપી દેશમુખ સામે IPC ની કલમ 174 હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. ઉપરાંત એક મહિના સુધીની જેલ અને પાંચસો રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા કરવા જણાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, EDએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા દેશમુખ સામે મની લોન્ડરિંગનો (Money Laundering Case) કેસ નોંધ્યો છે. EDએ દેશમુખને પુછપરછ માટે હાજર રહેવા અનેક વખત સમન્સ મોકલ્યુ છે. પરંતુ તેઓ હજુ સુધી હાજર થયા નથી.

આ કેસમાં દેશમુખના સહયોગી સંજીવ પાલાંદે અને કુંદન શિંદેની પણ ધરપકડ કરવામાં આવી 

આ કેસમાં દેશમુખના સહયોગી સંજીવ પાલાંદે અને કુંદન શિંદેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય, ઇડીએ તાજેતરમાં બરતરફ કરાયેલા મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજે (Sachin waze) સામે ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, ચાર્જશીટમાં દેશમુખ કે તેમના પરિવારના કોઈ સભ્યનું નામ સામે આવ્યું નથી.

મની લોન્ડરિંગ કેસમાં દેશમુખની વધી મુશ્કેલી

તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ 21 એપ્રિલે દેશમુખ અને અન્ય બે વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાવી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ સામે લગાવેલા ભ્રષ્ટાચારના આરોપો પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં ED એ પણ આ અંગે તપાસ શરૂ કરી હતી. પરમબીર સિંહે (Parambir Singh) આરોપ લગાવ્યો હતો કે દેશમુખે મહાનગરની હોટલો અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા પડાવી લેવા સચિન વાજેને જણાવ્યુ હતુ.જોકે દેશમુખે આ તમામ આરોપોને નકાર્યા હતા, જો કે તેમના વિરુધ્ધ આ કેસ દાખલ થતા તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

100 કરોડની વસૂલાતના મામલે અનિલ દેશમુખ CBI અને ED ના નિશાના પર

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી(Former Home Minister)  અનિલ દેશમુખના મુંબઈ, નાગપુર અને પુણેમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. દેશમુખ પહેલાથી જ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું નિશાન બની ચૂક્યા છે. 100 કરોડની વસૂલાતના મામલે અનિલ દેશમુખ CBI અને ED ના નિશાના પર છે. મુંબઈ હાઈકોર્ટના નિર્દેશ પર સીબીઆઈ તેના ભ્રષ્ટાચારની તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચો: Corona in Maharashtra: આગામી 15 દિવસ જોખમી, ગણેશોત્સવ બાદ મુંબઈ આવતા લોકો માટે 266 કોરોના ટેસ્ટીંગ સેન્ટર તૈયાર

આ પણ વાંચો:  મુંબઈ લોકલમાં ઝેરી ગેસથી હુમલો કરવાની હતી યોજના? આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, મહારાષ્ટ્ર સરકારે વધારી સુરક્ષા