Mumbai : સાયબર પોલીસને મળી મોટી સફળતા, દુબઈ સહિત ઘણા શહેરોમાંથી 285 ચોરાયેલા મોબાઈલ ફોન મળી આવ્યા

મુંબઈ સાઈબર પોલીસને (Cyber Police) મોટી સફળતા મળી છે. દુબઈ સહિત ઘણા શહેરોમાંથી 58 લાખની કિંમતના ચોરાયેલા 285 મોબાઈલ ફોન મળી આવ્યા છે.

Mumbai : સાયબર પોલીસને મળી મોટી સફળતા, દુબઈ સહિત ઘણા શહેરોમાંથી 285 ચોરાયેલા મોબાઈલ ફોન મળી આવ્યા
File photo
| Edited By: | Updated on: Sep 24, 2021 | 12:18 PM

Mumbai : મુંબઈ સાયબર પોલીસની ટીમે 58.05 લાખની કિંમતના 285 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ફોન ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાંથી પ્રાપ્ત થયા હતા.ઉપરાંત એક કિસ્સામાં દુબઈમાંથી(Dubai)  પણ એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.

ફોનને ટ્રેક કરવા માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી

મુંબઈ શહેરમાં કેટલાક સમયથી ફોન ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ચોરાયેલા ફોનને ટ્રેક કરવા માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મોબાઇલ ફોન(Mobile Phone) ચોરીના કિસ્સાઓને સામાન્ય રીતે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા પ્રાથમિકતા આપવામાં આવતી નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ફોનને ટ્રેસ કરવા માટે ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને અન્ય સ્રોતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની મદદથી 285 મોબાઇલ ફોન મળી આવ્યા છે.જોઇન્ટ પોલીસ કમિશન (Joint Police Commissioner)  મિલિંદ ભારમ્બેના જણાવ્યા અનુસાર હાલ રિકવર કરેલા ફોન તેમના માલિકોને પરત કરવામાં આવ્યા છે.

જપ્ત કરેલા મોબાઈલ ફોન માલિકને પરત કરવામાં આવ્યા

જોઈન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બેએ રિકવર કરેલા ફોન માલિકોને પરત કર્યા છે. જો કે કેટલાક કિસ્સાઓમાં માલિકોને શોધવાનું કામ મુશ્કેલ જોવા મળી રહ્યુ છે. પોલીસના (Mumbai Police) જણાવ્યા અનુસાર, ઝડપાયેલા ફોન ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાંથી મળી આવ્યા હતા. ઉપરાંત એક કિસ્સામાં દુબઈમાંથી પણ એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.

જો ફોન ચોરાઈ જાય તો ઓનલાઈન છેતરપિંડીનો ખતરો રહે છે

જ્યારે ફોન ચોરાઈ જાય છે, ત્યારે તમારા મોબાઈલ બેંકિંગ અને અન્ય માહિતીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેથી બચવા માટે પહેલા તમારે તમારા ટેલિકોમ ઓપરેટરને (Telecom operator) ફોન કરીને તમારું સિમ કાર્ડ બ્લોક કરવું પડશે. જેથી તમારી વ્યક્તિગત માહિતી લીક થશે નહીં. બાદમાં તમે સમાન મોબાઇલ નંબરનું નવું સિમ મેળવી શકો છો. પરંતુ તે માટે થોડો સમય લાગશે.

ઓનલાઇન બેંકિંગ સેવા બંધ કરાવવી જરૂરી

જો તમારો મોબાઇલ ફોન ચોરાઇ જાય છે, તો તરત જ તમારી બેંકને ફોન કરીને ઓનલાઇન બેંકિંગ સેવા બંધ કરાવી પડશે. જેથી કોઈ તેને એક્સેસ કરી શકશે નહિ. જો તમને લાગે કે ફોન નંબર બ્લોક (Block) કર્યા પછી પણ કોઈ ખતરો છે, તો તમે તરત જ તમારી બેંકમાં જઈને તમારો ફોન નંબર બદલી શકો છો. ઉપરાંત તમે તમારા પાસવર્ડ પણ ફરીથી સેટ કરી શકો છો.

 

આ પણ વાંચો: BJP નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ,ધારાસભ્ય મુશરીફ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

આ પણ વાંચો:  Video : કોલ્હાપુરમાં વીજળી પડવાના દિલ ધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ, આ જબરદસ્ત વિસ્ફોટ જોઈને તમે પણ ચોંકી જશો !

Published On - 12:17 pm, Fri, 24 September 21