Ahmedabad: અમદાવાદમાં ફરી એક વખત લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. ઉસ્માનપુરા વિસ્તારમાં રહેતો પરિવાર રક્ષાબંધનની ઉજવણી કરવા દિલ્હી ગયો અને ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો મકાનમાંથી લાખો રૂપિયા રોકડ લઇ ગયા હતા. વાડજ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે હાલ તપાસ શરૂ કરી છે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના ડાયરેક્ટરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો હતો. પરિવારની ગેરહાજરીમાં રીક્ષા લઈ આવેલા તસ્કરોએ ઘરમાં બારીની ગ્રીલ તોડીને 20 લાખ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની વાત કરીએ તો ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ પંચશીલ સોસાયટીના બંગલો નંબર 40માં 27 ઓગસ્ટના રોજ ચોરીનો બનાવ બન્યો હતો. પરીવાર જ્યારે રક્ષાબંધન તહેવાર નિમિતે દિલ્હી ફરવા ગયો અને ઘરમાં તસ્કરો ઘરમાં હાથ ફેરો કરી ગયા.
જોકે પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે આ બનાવ અંગેની જાણ થતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસને ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ હાથે લાગ્યા છે. જેમાં રીક્ષા લઇ શકમંદ લાગતા બે અજાણ્યા ઇસમો સોસાયટીમાં પ્રવેશ કરે છે. અને ગણતરીના કલાકોમાં હાથફેરો કરી અને ચોરી કરેલ મુદ્દામાલ રિક્ષામાં લઈ ફરાર થઈ જાય છે.
વાડજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસને પણ આશંકા છે કે ચોરી કરનાર શખ્સો એરીયાથી પરિચિત હોઈ શકે છે અને કોઈ જાણભેદુ દ્વારા તમામ હકીકતો તસ્કરો સુધી પહોંચાડી હોઈ શકે છે. મહત્વનું છે કે, 20 લાખ રૂપિયા રોકડ રકમની ચોરીની હાલ તો ફરિયાદ નોંધાઇ છે. ત્યારે મકાન માલિક ખુદ ઘરે આવ્યા બાદ સોનાના દાગીના ચોરી અંગેની પણ હકીકત સામે આવશે.
3 મહિનાના લગ્નજીવન બાદ પરણિતાએ કર્યો આપઘાત
લગ્નના સોનેરા સપના જોઈને અમદાવાદ આવેલી યુવતીને પતિનો પ્રેમ કે સાસરિયામાં સુખ નહીં પરંતુ મોત મળ્યું. અમરાઈવાડીમાં રહેતી પ્રીતિ સિંગએ દહેજના લાલચુ પતિ અને સાસરિયાના ત્રાસથી 26 ઓગસ્ટના રોજ આપઘાત કરી લીધો હતો. 3 મહિનાના લગ્ન જીવનમાં જ પ્રીતિએ સંસાર શરૂ કરવાના બદલે જિંદગીને અલવિદા કરી લીધી છે. બિહારના પટનામાં રહેતા ભાઈને પોતાની બહેનના આપઘાતના સમાચાર મળતા તેઓ આઘાતમાં આવી ગયા હતા.
આ પણ વાંચો: સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના