Mansukh Hiren Murder Case : પ્રદીપ શર્માએ સોપારી લઈને હત્યા કરી, પોલીસકર્મી સચિન વાઝેએ આપી હતી મોટી રકમ – NIA ચાર્જશીટ

|

Sep 08, 2021 | 12:51 PM

NIA ચાર્જશીટમાં જાણવા મળ્યું છે કે 48 વર્ષીય હિરેનના મૃત્યુના બે દિવસ પહેલા 2 માર્ચના રોજ વાઝેએ એક બેઠક યોજી હતી, જેમાં અન્ય પોલીસકર્મી સુનીલ માને અને શર્મા પણ હાજર હતા.

Mansukh Hiren Murder Case : પ્રદીપ શર્માએ સોપારી લઈને હત્યા કરી, પોલીસકર્મી સચિન વાઝેએ આપી હતી મોટી રકમ - NIA ચાર્જશીટ
Mansukh Hiren Murder Case

Follow us on

Mansukh Hiren Murder Case : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ 3 સપ્ટેમ્બરે એન્ટિલિયા વિસ્ફોટક અને મનસુખ હિરેન હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં (Charge Sheet) કહેવામાં આવ્યું છે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને થાણેના બિઝનેસમેન મનસુખ હિરેનને મારવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

તેમાં જણાવવામાં આવ્યુ હતું કે, હત્યાના મુખ્ય આરોપી સચિન વાઝે દ્વારા તેને હત્યા માટે “મોટી રકમ” ચૂકવવામાં આવી હતી અને તેણે તેના સાથી સંતોષ શેલાર (Santosh Shelar) મારફતે ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરી હતી. ઉપરાંત ચાર્જશીટમાં જાણવા મળ્યું છે કે હિરનના (Mansukh Hiren) મૃત્યુના બે દિવસ પહેલા 2 માર્ચે વાઝે એક બેઠકમાં હાજરી આપી હતી, જેમાં અન્ય પોલીસકર્મી સુનીલ માને અને શર્મા પણ હાજર રહ્યા હતા.

મળતા અહેવાલ અનુસાર પ્રદીપ શર્મા (A-10) ને આ કામ સોંપવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપી પ્રદીપ શર્મા (A-10) એ આરોપી સંતોષ શેલાર (A-6) નો સંપર્ક કર્યો અને પૂછ્યું હતુ કે શું તે પૈસાના બદલામાં હત્યા કરે છે ? જેના જવાબમાં આરોપી સંતોષ શેલારે (Santosh Shelar) આ અંગે સ્વીકાર કર્યો હતો કે તે પૈસાના બદલામાં હત્યા કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા

પોલીસ કર્મચારી વાઝે અને સુનીલ માને, બંનેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. શિવસેનાના (Shiv Sena) ઉમેદવાર તરીકે રાજ્યની ચૂંટણી લડવા માટે શર્માએ 2019 માં રાજીનામું આપ્યું હતું અને તે સમયે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. 2 માર્ચની બેઠક દક્ષિણ મુંબઈના કાર માઇકલ રોડ પર અબજોપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક લીલી મહિન્દ્રા સ્કોર્પિયો છોડ્યાના એક સપ્તાહ બાદ મળી હતી.

ખંડણીનો કોઈ પુરાવો મળ્યો નથી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના (National investigation Agency) અધિકારીએ જણાવ્યુ હતુ કે, વાઝેએ તપાસના રૂપમાં તેમના ઓળખપત્રોને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હશે, જોકે તેના કોઈ પુરાવા નથી. તેમજ મુંબઈ પોલીસને પણ આ કેસમાં કોઈ ખંડણીના પુરાવા મળ્યા નથી.

 

આ પણ વાંચો: નૌકાદળના વડા લક્ષ્મીનારાયણે કર્યું જાવેદ અખ્તર અને નસીરુદ્દીન શાહનુ સમર્થન, ઘણી હસ્તીઓ સાથે 150 થી વધુ લોકોએ ઉઠાવ્યો અવાજ

આ પણ વાંચો: 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત, પાંચ રાજ્યોનાં ચૂંટણી પ્રભારીની જાહેરાત

Published On - 12:49 pm, Wed, 8 September 21

Next Article