અમદાવાદમાં 75 વર્ષની દિવ્યાંગ મહિલા સાથે બળાત્કાર બાદ મારપીટ, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

|

May 28, 2019 | 3:33 PM

અમદાવાદના રાણિપ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 75 વર્ષની દિવ્યાંગ મહિલા સાથે બળાત્કાર કરાયો હતો અને બાદમાં તેઓને રસ્તા પર ફેંકી દેવાયા હતા. આ પણ  વાંચો:  જાણો ક્યા બોલીવુડ અભિનેતાઓ કરી રહ્યાં છે જાહેરાતના માધ્યમથી કરોડોની કમાણી, કોણ છે કમાણીમાં નંબર 1? Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા […]

અમદાવાદમાં 75 વર્ષની દિવ્યાંગ મહિલા સાથે બળાત્કાર બાદ મારપીટ, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Follow us on

અમદાવાદના રાણિપ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 75 વર્ષની દિવ્યાંગ મહિલા સાથે બળાત્કાર કરાયો હતો અને બાદમાં તેઓને રસ્તા પર ફેંકી દેવાયા હતા.

આ પણ  વાંચો:  જાણો ક્યા બોલીવુડ અભિનેતાઓ કરી રહ્યાં છે જાહેરાતના માધ્યમથી કરોડોની કમાણી, કોણ છે કમાણીમાં નંબર 1?

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

અમદાવાદમાં સોમવારના રોજ એક 75 વર્ષની ઉંમરની દિવ્યાંગ મહિલા સાથે રેપનો કિસ્સો સામે આવ્યો છે અને તે રેપ બાદ તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ દિવ્યાંગ મહિલાને હોસ્પિટલે પહોંચાડાયા છે. આ ઘટનાને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓ દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટના રાણિપ વિસ્તારમાં કાળીગામ અને ખોડિયાર મંદિર વચ્ચે બની છે.

 

TV9 Gujarati

 

હાલ પોલીસ વિભાગના જણાવ્યા મુજબ મહિલા કોઈપણ પ્રકારનું નિવેદન આપવાની સ્થિતિમાં નથી. પોલીસ ફરિયાદમાં તેમની ઉંમર 60 વર્ષ લખવામાં આવી છે જ્યારે સ્થાનિકો કહી રહ્યાં છે તેમની ઉંમર 70થી 75 વર્ષની છે. 75 વર્ષની આ મહિલાએ મહિલા પોલીસ અધિકારીને કહ્યું કે રાત્રે તેમને એક સુમસાન જગ્યાએ લઈ જવામાં આવી હતી. તે યુવકે તેની પર રેપ કરીને છેલ્લે માર પણ માર્યો હતો અને બાદમાં રસ્તા પર ફેંકી દીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પોલીસ આ ઘટનાને લઈને તપાસ કરી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં મહિલાનો ઈલાજ ચાલે છે અને તે ક્યાં રહે છે તેની પણ જાણકારી પોલીસ વિભાગને મળી શકી નથી. સ્થાનિકોએ કહ્યું કે આ મહિલા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બાબતે વધુ પુછપરછ કરવામાં આવશે અને આરોપીને પકડવા માટે તજવીજ પોલીસ વિભાગ હાથ ધરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article