Crime: પહેલા પોતાની પત્ની અને ત્યાર બાદ તેના પ્રેમીની હત્યા કરી એ પણ પોતાની પ્રેમીકાની મદદથી, આ રીતે ખુલ્યો હત્યાનો રાજ

|

Dec 07, 2021 | 12:06 PM

આ ચકચારી ઘટના બાબતે ત્યારે ખુલાસો થયો જ્યારે અરમાન નામના એક શખ્સની લાપતા હોવાની ફરિયાદ સેલાકુઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે જ્યારે અરમાનની શોધખોળ કરી તો એક શંકાસ્પદ સાથે પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવી હતી.

Crime: પહેલા પોતાની પત્ની અને ત્યાર બાદ તેના પ્રેમીની હત્યા કરી એ પણ પોતાની પ્રેમીકાની મદદથી, આ રીતે ખુલ્યો હત્યાનો રાજ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

ઉત્તરાખંડ (Uttarakhand)ની રાજધાનીમાં હત્યાનો એક વિચત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ આડસંબંધોને લઈ પહેલા પોતાની પત્નીની હત્યા કરી અને 20 દિવસ બાદ પત્નીના પ્રેમીની પણ હત્યા કરી નાખી. તે શખ્સે પોતાની પ્રેમિકા (Girlfriend) સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

દેહરાદુન પોલીસ અનુસાર આ ચકચારી ઘટના બાબતે ત્યારે ખુલાસો થયો જ્યારે અરમાન નામના એક શખ્સની લાપતા હોવાની ફરિયાદ સેલાકુઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે જ્યારે અરમાનની શોધખોળ (Police investigation)કરી તો એક શંકાસ્પદ સાથે પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવી હતી.

હકીકતમાં અરમાનની લાપતા રિપોર્ટ તેમના મામાના કહેવા પર 3 ડિસેમ્બરના નોંધવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મુશીર અલી નામના એક શખ્સને શંકાના આધારે કટક પૂછપરછ કરી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કરી લીધો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આરોપી મુશીરે જણાવ્યું કે, તેને ન માત્ર અરમાનની હત્યા કરી પરંતુ લગભગ 20 દિવસ પહેલા પોતાની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. હકીકતમાં આ કિસ્સો આડસંબંધોની છે મુશીર અલીએ પોલીસને જણાવ્યું કે, તેની પત્ની સાથે અરમાનના આડસંબંધ હતા જેથી તેને લઈ પહેલા તેને પોતાની પ્રેમીકા સાથે મળી પોતાની જ પત્નીની હત્યા કરી અને તેના મૃતદેહને હરિદ્વાર (Haridwar)માં એક સુમસામ સ્થળે ઝાળીઓમાં ફેંકી દીધી હતી.

દેહરાદુનના એસએસપી જન્મેજય ખડૂરી અનુસાર તેની પત્નીની હત્યાનો રાજ ન ખુલે એટલે આરોપીએ થોડા દિવસ બાદ જ પોતાની પત્નીના પ્રેમી અરમાનને પણ મોતને ઘાટ ઉતારી દીધો. એસએસપી અનુસાર અરમાનના મૃતદેહને નેપાળી ફાર્મ તિરાહા રાયવાલા પાસેથી મળી આવ્યો છે. આરોપીની પત્નીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. ત્યારે પોલીસ આરોપીની જલ્દી જ કસ્ટડી રિમાન્ડ પર લેશે.

આ પણ વાંચો: Viral: બિલાડીને ચડ્યો બોડી બનાવાનો શોખ ! વર્કઆઉટ જોઈ દંગ રહી ગયા લોકો

આ પણ વાંચો: બકરીએ કુતરાની કરી નાખી હાલત ખરાબ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કોક તો કુતરાને બચાવો’

Next Article