‘શ્રદ્ધાના 35 ટુકડા થયા, તારા હું 70 કરીશ’ મહારાષ્ટ્રના લિવ-ઇન પાર્ટનર સલીમે આપી ધમકી

|

Dec 03, 2022 | 2:51 PM

પીડિતાએ જણાવ્યું કે તે જુલાઈ 2021થી આરોપી અરશદ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. મહિલાના કહેવા પ્રમાણે, તેના ભૂતકાળમાં લગ્ન થયા છે. પરંતુ તેના પતિનું વર્ષ 2019માં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

શ્રદ્ધાના 35 ટુકડા થયા, તારા હું 70 કરીશ મહારાષ્ટ્રના લિવ-ઇન પાર્ટનર સલીમે આપી ધમકી
Maharashtra Crime

Follow us on

મહારાષ્ટ્રમાં ધાકધમકીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં, એક વ્યક્તિએ તેના લિવ-ઈન પાર્ટનરને ધમકી આપવા માટે શ્રદ્ધા વાલકરની હત્યાનો કેસ ટાંક્યો છે. ધુલેની એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેણીના લિવ-ઇન પાર્ટનર અરશદ સલીમ મલિક દ્વારા તેને હેરાન કરવામાં આવી હતી, અને કહેવામાં આવ્યુ કે શ્રધ્ધાના તો માત્ર 35 ટુંકડા કર્યા છે, પરંતુ તે 70 ટુકડા કરી દઇશ.

પોલીસને આપેલી ફરિયાદમાં મહારાષ્ટ્રના ધુલેની એક મહિલાએ જણાવ્યું કે તે જુલાઈ 2021થી આરોપી અરશદ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. પરંતુ આરોપી 29 નવેમ્બરથી તેણીને ટોર્ચર કરી રહ્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે, તેના ભૂતકાળમાં લગ્ન થયા છે. પરંતુ તેના પતિનું વર્ષ 2019માં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેને તે પતિથી પાંચ વર્ષનું બાળક પણ છે. વર્ષ 2021માં તે આરોપીને મળી હતી. તે સમયે આરોપીએ પોતાની ઓળખ હર્ષલ માળી તરીકે આપી હતી. આરોપીએ તેને પ્રેમ જાળમાં ફસાવીને ધુલેના જંગલમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.

તેઓ જુલાઈ 2021માં સાથે રહેવા લાગ્યા હતા

પીડિત મહિલાએ જણાવ્યું કે આરોપીએ તેને વીડિયો દ્વારા ઘણી વખત બ્લેકમેલ કરતો હતો, પરંતુ આખરે જુલાઈ 2021માં તે અમલનેર આવ્યો અને લિવિનમાં રહેવા લાગ્યો. આ પછી આરોપીનું સાચું નામ સામે આવ્યું. બાદમાં બંને ઉસ્માનાબાદમાં રહેવા લાગ્યા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ધર્મ પરિવર્તનનો આરોપ

આરોપીએ પોતાની અસલી ઓળખ જાહેર કર્યા પછી, પીડિતાનું બળજબરીથી તેનું પણ ધર્માંતરણ કરાવ્યું. આ પછી આરોપી તેના પુત્રનું પણ ધર્મ પરિવર્તન કરવાની તૈયારી કરી રહ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે માત્ર આરોપી જ નહીં તેના પિતાએ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ પછી, આ વર્ષે 26 ઓગસ્ટે, તેણીને બીજું બાળક થયું. પીડિતાએ જણાવ્યું કે એક વાર આરોપીએ તેનો ચહેરો બાળવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન આરોપીએ તેને 70 ટુકડા કરી મારી નાખવાની ધમકી આપી હતી.

Next Article