Maharashtra Violence : રઝા એકેડમીની ઓફિસ પર પોલીસના દરોડા, ધારાસભ્ય મુફ્તીએ કર્યો ચોંકાવનારો દાવો

|

Nov 17, 2021 | 5:50 PM

મહારાષ્ટ્રમાં થયેલી હિંસાને પગલે પોલીસે મધ્યરાત્રિએ રઝા એકેડમીની ઓફિસ પર દરોડા પાડીને કેટલાક દસ્તાવેજો કબજે કર્યા છે.

Maharashtra Violence : રઝા એકેડમીની ઓફિસ પર પોલીસના દરોડા, ધારાસભ્ય મુફ્તીએ કર્યો ચોંકાવનારો દાવો
File Photo

Follow us on

Maharashtra: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાના વિરોધમાં ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન દરમિયાન મસ્જિદો સળગાવવામાં આવી હોવાની અફવાને કારણે મહારાષ્ટ્રમાં ફાટી નીકળેલી હિંસા માટે ભાજપ રઝા એકેડમી(Raza Academy)  સંસ્થાને જવાબદાર ઠેરવી રહી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી અનુસાર મંગળવારની મધરાતે પોલીસે રઝા એકેડમીની ઓફિસ પર દરોડો પાડીને કેટલાક દસ્તાવેજો કબજે કર્યા છે.

 

ઉલ્લેખનીય છે કે માલેગાંવમાં રઝા એકેડમી અને ઓલ ઈન્ડિયા સુન્ની જમિયત ઉલેમા દ્વારા બંધનું (Maharashtra Bandh) એલાન આપવામાં આવ્યું હતું. હજારો લોકો સાથે નીકળેલી આ રેલીમાં વિફરેલા ટોળાએ પથ્થરમારો અને તોડફોડમાં લાખોની સંપત્તિને નુકસાન પહોંચાડ્યુ હતું. આ કેસમાં માત્ર આયોજકો સામે જ કેસ નોંધવામાં આવ્યો હતો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને કારણે ભાજપ સતત આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યું હતું. ઉપરાંત સ્થાનિક ધારાસભ્યોએ પણ પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવી રહ્યા હતા. ત્યારે મંગળવારની મધરાતે પોલીસે રઝા એકેડમીની ઓફિસમાં દરોડો પાડીને કાર્યવાહી શરૂ કરી છે.

 

શું NCP નેતા અયાઝ રમખાણના મુખ્ય સુત્રધાર છે?

ધારાસભ્ય મૌલાના મુફ્તીએ માલેગાંવ હિંસાને સુઆયોજીત ગણાવી છે. તમને જણાવી દઈએ કે NCP નેતા અયાઝે એક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)  પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું હતુ કે ત્રિપુરામાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. ત્યાં સરકારે પોતાના શસ્ત્રો નીચે મૂક્યા છે. આ ઘટના 8 નવેમ્બરની છે. આ કેસમાં હાલ પોલીસે અયાઝની ધરપકડ કરી છે. ઉપરાંત અન્ય 42 લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

 

ધારાસભ્ય મૌલાના મુફ્તીએ અયાઝ પર ગંભીર આરોપ લગાવ્યા

ધારાસભ્ય મૌલાના મુફ્તીએ માંગ કરી છે કે માલેગાંવ રમખાણોની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, માલેગાંવમાં સુનિયોજિત રીતે રમખાણો કરવામાં આવ્યા હતા. આઠ દિવસ પહેલા એનસીપીના નેતા અને કોર્પોરેટર અયાઝે ત્રિપુરામાં બનેલી ઘટના સંદર્ભે બેઠક યોજી હતી અને ભડકાઉ ભાષણો કર્યા હતા.

 

રઝા એકેડમીએ લોકોને પૈસાનું વિતરણ કર્યું 

ઉપરાંત ધારાસભ્ય મૌલાના મુફ્તીએ (Maulana Mufti)આરોપ લગાવ્યો છે કે ‘હિંસાના મામલામાં ધરપકડ કરાયેલ વ્યક્તિ NCP નેતા છે. મુંબઈની રઝા એકેડમીના કેટલાક લોકોએ રમખાણો માટે પૈસા આપ્યા હતા. રમખાણોની આગલી રાત્રે પથ્થરો એકઠા કરીને હિંસાની તૈયારી કરવામાં આવી હતી. માલેગાંવ 20 વર્ષથી શાંત છે. આ બધું લોકોનું આયોજનબદ્ધ કૃત્ય છે. બીજી તરફ NCP નેતા નવાબ મલિકે ભાજપના નેતાઓ પર રમખાણો ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

 

 

આ પણ વાંચો: ફ્લાઇટમાં મુસાફરની તબિયત લથડતાં આ કેન્દ્રીય મંત્રીએ આપી પ્રાથમિક સારવાર, PM મોદીએ કરી પ્રશંસા

 

આ પણ વાંચો: Onion Price: ડુંગળીના ભાવમાં આવ્યો ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા, પ્રતિ ક્વિન્ટલના ભાવ ઘટીને 900 રૂપિયા થયા

Published On - 5:21 pm, Wed, 17 November 21

Next Article