Vadodara: યુવતીના આપઘાત અને દુષ્કર્મ કેસમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું મંત્રીએ

|

Nov 28, 2021 | 5:29 PM

Vadodara Case: નવસારી યુવતીની આત્મહત્યા અને દુષ્કર્મ કેસમાં ઓએસિસની શંકાસ્પદ ભૂમિકા અંગે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ શું કહ્યું મંત્રીએ.

Vadodara: નવસારીની યુવતી (Navsari Girl) પર દુષ્કર્મ બાદ આપઘાતના કેસ (Rape and suicide case) મુદ્દે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) મહત્વનું નિવેદન આપ્યુ છે. સમગ્ર મામલે ઓએસીસ સંસ્થાની શંકાસ્પદ ભૂમિકા અંગે નિવેદન આપતા તેમણે જણાવ્યુ છે કે, ઓએસીસ સંસ્થાને (oasis ngo) દુષ્કર્મ અંગે જાણ હતી પરંતુ તેમણે પોલીસને જાણ કરી ન હતી. અને મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે આ ઘટના પરથી લોકોએ સબક શિખવો જોઈએ કે કોઈપણ ગુનોની માહિતી મળે તો તરત પોલીસને જાણ કરવી જ જોઈએ. એવામાં પોલીસ તપાસમાં જો ઓએસીસ સંસ્થા જવાબદાર હશે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે.

તમને જણાવી દઈએ કે વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાત કેસમાં આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે ગઈકાલે આ કેસ મામલે ગૃહ વિભાગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં SITના અધિકારીઓ તેમજ DGP સહિતનાઓ હાજર રહ્યા હતા.

પોલીસ દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ટીમે કેસનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કેસ અંગે તલસ્પર્શી સમિક્ષા કરી હતી, તેમજ આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા સુચના આપી હતી.

 

આ પણ વાંચો: Ahmedabad: ભાજપ કોર્પોરેટરના પતિનો ધમકી આપતો ઓડિયો વાઈરલ, ગામ ભૂલાવી દેવાની આપી ધમકી

આ પણ વાંચો: Bank Holidays: ડિસેમ્બર મહિનામાં 12 દિવસ બેન્ક રહેશે બંધ, મુશ્કેલીનો સામનો કરતા પહેલા રજાઓની યાદી જાણી લો

Next Video