Kutch: ડ્રગ્સ કેસમાં વોન્ટેડ માંડવીના શકિલ સુમરાની ગુજરાત ATS એ દિલ્હીથી કરી ધરપકડ, 8 દિવસના રીમાન્ડ મંજુર

|

Jul 31, 2021 | 9:00 AM

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેમાં ક્યાકને ક્યાક શકિલની સંડોવણીની માહિતી છે

Kutch: કચ્છથી પંજાબ ગયેલા કરોડો રૂપીયાના ડ્રગ્સના કેસમાં વોન્ટેડ એવા કચ્છના માંડવીના શકિલ સુમરાની ગુજરાત ATS એ દિલ્હીથી ધરપકડ કર્યા બાદ આજે તેને રીમાન્ડની માગ સાથે ભુજ કોર્ટમાં રજુ કરાયો હતો. શકિલની અલગ-અલગ 4 જેટલા ગુન્હાઓમાં સંડોવણી ખુલી છે.

 

188 કિ.લો ડ્રગ્સના કેસમાં પંજાબ જથ્થો લઇ જનાર શખ્સો કોણ છે? શકિલના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર સાથે સંપર્ક છે કે નહી ? જખૌ નજીક જથ્થો લેવા આવેલ હાજીનુ પુરૂ નામ જાણવુ જરૂરી તથા આંતકી સંગઠન સાથે તે સંકડાયેલ છે કે નહી ? તેવા વિવિધ મુદ્દાઓની તપાસને ધ્યાને રાખી આજે શકિલના 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી.

જે મુદ્દાઓને ધ્યાને રાખી કોર્ટે તેના 8 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 2500 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેમાં ક્યાકને ક્યાક શકિલની સંડોવણીની માહિતી છે ત્યારે 8 દિવસના રીમાન્ડ દરમ્યાન તેના વિવિધ પાસાઓને લઇને પુછપરછ કરવામા આવશે.

આ પણ વાંચો: GSEB 12th Result 2021: ધોરણ.12 સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

આ પણ વાંચો: Surat: ટેબ્લેટ વિવાદનો અંત, હવે યુનિવર્સીટી ન મળેલા ટેબ્લેટના રૂપિયા પરત આપશે

Next Video