પુર્વ અને પશ્ચિમ કચ્છમાં (KUTCH) પાછલા થોડા મહિનામાં ચોરીના અનેક મોટા ગુન્હાઓ બન્યા છે. પરંતુ એકાદ બે કિસ્સાને બાદ કરતા મોટા કિસ્સાઓમાં પોલીસને (POLICE)હજુ કોઇ મહત્વની સફળતા મળી નથી. હાલ પુર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છની સંયુક્ત ટીમ આ ચોરીના ગુન્હા ઉકેલવા માટે કામ કરી રહી છે. પરંતુ અત્યાર સુધી કોઇ મહત્વની કડી ચોરીના ગુન્હામાં પોલીસને હાથ લાગી નથી. ત્યારે ભુજ (BHUJ) તાલુકાના લોરીયા ગામે (LORIYA VILLAGE) આજથી દોઢ મહિના પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ અત્યાર સુધી નિષ્ફળ રહેતા ભાનુશાળી સમાજે પોલીસને CCTV માં દેખાતા ચોરના ફોટો પ્રસિધ્ધ કરી 51,000 રૂપીયાના ઇનામની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલાજ ભાનુશાળી સમાજે આ માટે વિશાળ રેલી યોજી જીલ્લા કલેકટરને ચોરીના આરોપી ઝડપથી પકડાય તેવી રજુઆત કરી હતી.
તપાસ માટે LCB સહિત ખાસ ટીમનું ગઠન
તા.04-05/02/2022 દરમ્યાન ભુજ તાલુકાના લોરીયા ગામ હનુમાનનગર મધ્યે આવેલ ભાનુશાલી સમાજના ભદ્રાશાખાના કુળદેવી જાલ્પા માતાજીના મંદીરનું તાળુ તોડી, (Mandir Chori) તેમાં રાખેલ અલગ અલગ મુર્તિઓમાંથી સોના ચાંદીના આભુષણો તથા પરમેશ્વરદાદાના મંદીરમાંથી યાંદીનુ સિંહાસન તથા ઘોડા સાથેની મુર્તિનું ચાંદીના છતર એમ કુલ રૂપીયા 8.58 લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જે બાબતે માધાપર પોલીસ સ્ટેશન મથકે ફરીયાદ નોંધાયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ-ભુજ આ મામલાની તપાસ કરી રહી છે. પરંતુ, હજુસુધી ચોરીની ઘટનાનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી.
પશ્ચિમ અને પુર્વ કચ્છમાં મંદિર ચોરીના ભેદ ન ઉકેલાતા લોકોમાં નારાજગી છે. અને પોલીસની કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. કેમકે સ્થાનીક પોલીસ સાથે મહત્વની શાખા પણ ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. જો કે આજે પોલીસ તપાસ વચ્ચે સમાજના આગ્રહથી પોલીસે CCTV માં દેખાતા શખ્સોના ફોટા સાથે 51,000 રૂપીયાના સામાજે જાહેર કરાયેલા અનુદાનની પ્રસિધ્ધી કરી જાહેર જનતાને પણ શંકાસ્પદ શખ્સોની ઓળખ અંગે માહિતી આપવા અપીલ કરી છે.
આ પણ વાંચો : Kheda : નડિયાદ લવ જેહાદના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, આરોપી યાસરે હોસ્પિટલમાં યુવતીના ગર્ભાશયની તપાસ કરાવી હતી
આ પણ વાંચો : JAMNAGAR : કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારનું રાજીનામુ
Published On - 8:19 pm, Sat, 26 March 22