Kutch: જો જો નોકરી મેળવવાની લાલચે ઠગાઇ ન જતા, ગાંધીધામ પોલિસે રાજ્યભરમાં ઠગાઇ કરનાર 2ને ઝડપ્યા

ગાંધીનગર સચિવાયલમાં ઉચ્ચ હોદ્દા પર હોઇ સરકારી નોકરી અપાવી દેશુ તેવી લાલચે ઠગાઇ કરનાર બે ગઠીયા પોલિસની ગીરફ્તમાં આવી ગયા છે.

Kutch: જો જો નોકરી મેળવવાની લાલચે ઠગાઇ ન જતા, ગાંધીધામ પોલિસે રાજ્યભરમાં ઠગાઇ કરનાર 2ને ઝડપ્યા
Gandhidham police nabbed 2 scammers across the state
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Aug 06, 2021 | 5:48 PM

ગાંધીનગર સચિવાયલમાં ઉચ્ચ હોદ્દા પર હોઇ સરકારી નોકરી અપાવી દેશુ તેવી લાલચે ઠગાઇ કરનાર બે ગઠીયા પોલિસની ગીરફ્તમાં આવી ગયા છે. ગાંધીધામના એક વ્યક્તિ જોડે જુનીયર ઇન્જીન્યર પરિક્ષામાં પાસ કરાવાનુ કહી 10 લાખની ઠગાઇ કરતા મામલો પોલિસે પાસે પહોચ્યો હતો જેમાં બે શખ્સોની ધરપકડ કરતા અન્ય 3 મામલામાં તેની સંડોવણી સામે આવી છે.

એક તરફ રાજ્યમાં વિવિધ લોકો સરકારી નોકરી મેળવવા માટે મથી રહ્યા છે. અને તેનો લાભ લઇ રહ્યા છે. ગઠીયા ભેજાબાજો ગાંધીધામમાં રહેતા આવાજ એક નોકરી વાછુંક યુવાન ઠગાઇનો ભોગ બન્યા છે. ફરીયાદી રૂષીરાજ નવનીત રાવલ પાસેથી ઝડપાયેલા શખ્સો રમેશ પરમાર તથા રાજેશ ચંદુજી ઠાકોરે સહાયક વિદ્યુત એન્જીન્યરની પરિક્ષામાં પાસ કરાવી આપવાનુ કહી 10 લાખ રૂપીયાની ઠગાઇ કરી હતી.

જો કે ત્યાર બાદ પરિણામમાં ફેલ થતા છેતરાયેલા ફરીયાદએ પોલિસમાં ફરીયાદ કરી હતી જેથી પોલિસે તપાસ કરી રમેશ પરમાર તથા રાજેશ ચંદુજી ઠાકોરની ધરપકડ કરી 5 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જો કે, ધટનાનો મુખ્ય ભેજાબાજ ભરત ત્રિવેદ્રી હજુ ફરાર છે તેને ઝડપવાનો બાકી છે. ઝડપાયેલા આરોપીઓએ રાજેન્દ્ર શંકરલાલ પટેલ રહે.મહેસાણાના જમાઇને શિક્ષણ અધિકારી બનાવવા 30 લાખ નક્કી કરી 5 લાખ (2) પચાણભાઇ જાદવ રેહ. સુરેન્દ્રનગરનાને બનાસડેરીમાં 4 લોકોને નોકરી આપવાની લાલચ આપી વ્યક્તિદીઠ 2 લાખ તથા (3) ધિરેન બિપીન ત્રિવેદ્રીના પુત્રને અમદાવાદ મેટ્રોમાં નોકરી આપવાનુ કહી 5 લાખ લીધાની કબુલાત કરી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મુખ્ય ભેજાબાજ પોલિસ પકડથી દુર

આ ધટનાની વિગતો આપતા તપાસ અધિકારી મનહરસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, મુખ્ય ભેજાબાજ આરોપી ભરત ત્રિવેદ્રી પોતે રાજકીય નેતાઓ સાથે સંબધ ધરાવે છે. અને બંધુક રાખી પ્રભાવ પાડતો હતો તો અન્ય બે ઝડપાયેલા સાગરીતો પોતે પણ સરકારી નોકરી કરતા હોવાનુ જણાવી પ્રભાવ પાડતા હતા અને મોબાઇલ ટ્રુ કોલરમાં ગાંધીનગર સચિવાલય દેખાય તે રીતે દર્શાવી નોકરી ઇચ્છુકોને શિસામા ઉતારતા હતા.

અને પોતાનુ સેટીંગ મોટા લોકો સાથે હોવાનુ કહી ખોટા લેટરનો પણ ઠગાઇમાં ઉપયોગ કર્યો હતો જેથી પોલિસે તેની ઉંડાણપુર્વકની તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી અલગ-અલગ વ્યક્તિઓ જોડે આ ટોળકીએ 28 લાખની ઠગાઇ કરી છે જેમાંથી 8 લાખ પોલિસે રીકવર કર્યા છે. અને વધુ કોઇ ગુન્હાને આરોપીઓએ અંજામ આપ્યો છે કે નહી તેની તપાસ કરવા સાથે મુખ્ય ભેજાબાજ ભરત ત્રિવેદ્રીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 Live : રેસલર બજરંગ પૂનિયાએ જીતી બીજી મેચ,ઇરાનના પહેલવાનને આપી મ્હાત,પહોંચ્યા સેમીફાઇનલમાં, રોમાંચક મુકાબલા બાદ ભારતીય મહિલા હૉકી ટીમની હાર, પણ બ્રિટેનને આપી જોરદાર ટક્કર

આ પણ વાંચો: Women’s Hockey Team : PM મોદીએ કહ્યું મહિલા હોકી ટીમ પર ગર્વ, ભારતની દીકરીઓ હૃદયને સ્પર્શી ગઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">