KHEDA : નડીયાદમાં લવ જેહાદનો ભયાનક કિસ્સો, યુવતીની કરૂણ ગાથા સાંભળી રુંવાડા ઉભા થઇ જશે

|

Mar 25, 2022 | 2:22 PM

હિન્દુ યુવતી દુબઇની જે હોટલમાં રોકાઈ હતી ત્યાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી યુવતીને મળતા તેને આરોપી યાસરખાનનો સંપર્ક કર્યો હતો. અને પોતાને પરત ભારત આવવાનું જણાવતા દબાણમાં આવેલ આરોપીએ યુવતીને ટિકિટ મોકલી નડિયાદ બોલાવી હતી.

KHEDA : નડીયાદમાં લવ જેહાદનો ભયાનક કિસ્સો, યુવતીની કરૂણ ગાથા સાંભળી રુંવાડા ઉભા થઇ જશે
KHEDA: Love jihad case in Nadiad, eight accused arrested, main accused absconding (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

નડિયાદમાં (Nadiad)નર્સિંગમાં અભ્યાસ કરેલી એક યુવતીને સ્થાનિક મુસ્લિમ યુવકે નવેમ્બર 2020માં સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્નની (Love Jihad) લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. અને અવારનવાર શારીરિક સબંધ પણ બાંધ્યા હતા, અને થોડા મહિનાઓ પહેલા યુવતીને પોલેન્ડ મોકલવાની અને ત્યાં જઈ લગ્નની લાલચ આપી યુવતી પાસે પાંચ લાખ રૂપિયા મંગાવવામાં આવ્યા હતા. અને મુસ્લિમ યુવકના પ્રેમમાં અંજાઈ ગયેલી યુવતી દ્વારા પોતાના પિતાને પોતે પોલેન્ડ જવા માંગે છે તેમ જણાવી રૂપિયા મેળવ્યા હતા. અને થોડા દિવસમાં મુખ્ય આરોપી યાશર ખાન પઠાણે (Accused)પોતાના એક જય નામના મિત્ર પાસે પોલેન્ડના ડુપ્લીકેર વિઝાનુ સર્ટિફિકેટ બનાવી યુવતીને આપ્યું હતું. અને યુવતીએ પોતાના પિતાને બતાવી નિર્ધારિત તારીખે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે આરોપી યાસરખાન દ્વારા યુવતીને દુબઇ મોકલી દેવામાં આવી હતી. જોકે આરોપીએ પોતે થોડા દિવસમાં દુબઇ આવશે તેમ જણાવતા યુવતી માની ગઈ હતી અને દુબઇ પહોંચી ગઈ હતી.

હિન્દુ યુવતી દુબઇની જે હોટલમાં રોકાઈ હતી ત્યાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી યુવતીને મળતા તેને આરોપી યાસરખાનનો સંપર્ક કર્યો હતો. અને પોતાને પરત ભારત આવવાનું જણાવતા દબાણમાં આવેલ આરોપીએ યુવતીને ટિકિટ મોકલી નડિયાદ બોલાવી હતી. અને આરોપીએ ભાડાનું ઘર રાખી યુવતીને ચાર મહિના કરતા વધારે સમય ગોંધી રાખી હતી અને અવાર નવાર શારીરિક સબંધો બાંધ્યા હતા અને આરોપી જયારે ઘરની બહાર જતો ત્યારે યુવતીને ઘરમાં રાખી બહારથી લોક મારી દેતો હતો.

આ સમય દરમિયાન આરોપીનો પિતા જાબિર ખાન પઠાણ અને ફેઝલ ખાન પઠાણ બીજી ચાવી લઇ યુવતી જ્યાં રહેતી હતી ત્યાં પહોંચી જઈ યુવતી સાથે શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કરતા હતા. જોકે યુવતી આરોપીના ભાઈ અને પિતાના વશમાં ન આવતા આરોપી મૂંઝવણમાં મુકાયા હતા. અને કંઈ રીતે યુવતીથી છુટકારો મેળવવો તેનો પ્રયાસ કરતા હતા. પણ યુવતીએ યાસર સાથે લગ્નની જીદ કરતા યાસરના માતા શહેનાઝ પઠાણ રૂમ પર જઈ યુવતીને બુરખો પહેરવા અને કલમા પઢવા દબાણ કરતા હતા.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

અને આરોપીની માતાએ યુવતીને જણાવ્યું હતું કે યાસર તેમના કહ્યામાં નથી તેથી યુવતીને પોતાના ઘરે જતા રહેવા જણાવતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા નડિયાદ પોલીસ મથકે આવી 10 લોકો વિરુદ્ધ પોતાની ફરિયાદ આપતાં પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે . જ્યારે મુખ્ય આરોપી સહીત બે લોકો પોલીસ પકડથી દૂર હોય પોલીસની ચાર ટીમો આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : રાજકોટમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન, મેયરે રખડતા ઢોરોને પકડવાની આપી ખાતરી

આ પણ વાંચો : Junagadh: યોગી આદિત્યનાથના શપથ સમારોહમાં સંત શેરનાથ બાપુ રહેશે હાજર, બાપુએ કહ્યુ, ”યોગી આદિત્યનાથના શાસનમાં લોકોને પૂરો વિશ્વાસ છે”

Next Article