Junagadh: ભર બજારમાં મહિલા ચોરી કરતા પકડાઇ, અન્ય મહિલાઓએ તેને મેથીપાક ચખાડ્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 02, 2022 | 9:55 AM

મહિલા ચોરી કરીને ફરાર થઇ રહી હતી તે દરમિયાન જ તે પકડાઇ ગઇ હતી. જેથી રોષે ભરાયેલી મહિલાઓએ આ મહિલા ચોરને જાહેરમાં જ માર માર્યો હતો.

જુનાગઢ (Junagadh)ના માંગનાથ વિસ્તારમાં ભર બજારમાં એક મહિલાને ચોરી (Thet) કરતા અન્ય મહિલાઓએ પકડી લીધી હતી. મહિલા મોબાઇલની ચોરી (Women Mobile Thief) કરીને ફરાર થઇ રહી હતી. તે દરમિયાન જ અન્ય મહિલાઓ તેને જોઇ ગઇ અને જાહેરમાં જ તેને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે.

જૂનાગઢના માંગનાથના બજારમાં મહિલા ચોરને મહિલાઓએ જ માર માર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીના ફુટેજમાં કેટલીક મહિલાઓ એક મહિલાને હાથથી અને પગથી માર મારી રહી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહિલાને માર મારતી મહિલાઓએ દાવો કર્યો છે કે,આ મહિલા મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ હતી. જો કે મહિલા ચોરી કરીને ફરાર થઇ રહી હતી તે દરમિયાન જ તે પકડાઇ ગઇ હતી. જેથી રોષે ભરાયેલી મહિલાઓએ આ મહિલા ચોરને જાહેરમાં જ માર માર્યો હતો. સીસીટીવીમાં મહિલા ચોર આનાકાની કરી રહી હોવાનું પણ જોવા મળી રહ્યુ છે. જો કે અન્ય મહિલાઓએ તેની એક ન સાંભળી તેવી ધોલાઇ કરી દીધી હતી.

મહત્વનું છે કે આ ઘટના અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. મહિલાઓએ ચોર મહિલાને માર માર્યા બાદ ત્યાં મામલો શાંત પડી ગયો હતો. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી હાલમાં સામે આવ્યા છે.

આ પણ વાંચો-

Ahmedabad: 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જજ કોરોના સંક્રમિત, સુનાવણીની તારીખ લંબાવાઈ

આ પણ વાંચો-

Winter 2022: રાજ્યમાં ફરી એક વાર અનુભવાશે ઠંડીનો ચમકારો, અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે