JUNAGADH : ભેજાબાજ વેપારીએ 60 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ભેજાબાજને દબોચી લીધો

|

Jan 16, 2022 | 5:21 PM

ગીર હડમતીયાનો શખ્સ દિલીપ કાલસરિયા દ્વારા 13 લાખની છેતરપિંડી કરવામાં આવી. જેમાં પ્રતિકભાઈ પાસેથી જણસીની ખરીદી કરવામાં આવી. અને જ્યારે બિલ ચુકવવાની વાત આવી ત્યારે આરોપી દિલીપ વાયદા કરતો હતો.

JUNAGADH : ભેજાબાજ વેપારીએ 60 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ભેજાબાજને દબોચી લીધો
પ્રતિકાત્મક ફાઇલ ઇમેજ

Follow us on

ભેજાબાજ વેપારીએ જૂનાગઢના (Junagadh) મેંદરડા માખીયાળા અને માંગરોળમાં 60 લાખની છેતરપિંડી (Fraud) કરવામાં આવી છે. આરોપી (Accused)દિલીપ કાલસરિયાને એલ.સી.બી પોલીસ  (LCB) દ્વારા ગાંધીધામથી પકડી પાડવામાં આવ્યો છે. જેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રતનપરા ઓવરસીઝ નામની પેઢી દ્વારા ખેડૂતોની અનાજ અને જણસીની ખરીદી કરવામાં આવે છે. જેમાં 42 ટન જેટલા ધાણા ગાંધીધામની શ્રીનાથ ટ્રેડિંગ પેઢીને મોકલવામાં આવ્યો હતો. જેની કિંમત 31 લાખ જેવી માતબર રકમ થાય છે. જ્યારે રકમ લેવાની વાત આવી. ત્યારે ગાંધીધામની પેઢીએ ઉઠમણું કરી લેવામાં આવ્યું. અને અમારા રૂપિયા ફસાયા ત્યારબાદ જૂનાગઢ એસ.પીને રજુઆત કરવામાં આવતા પોલીસે સતર્કતા રાખી આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. મુખ્ય આરોપી તાલાલાના ગીર હડમતીયા ગામનો છે દિલીપ કાલસરિયા.

મેંદરડાના વેપારી પ્રતીક હિરપરાએ મેંદરડા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જેની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી. વેપારી પ્રતીક ખેડૂતોની જણસી જેમાં ધાણાચણાની ખરીદી કરી અન્ય વેપારીઓને આપવામાં આવતી હતી. જેમાં ગીર હડમતીયાનો શખ્સ દિલીપ કાલસરિયા દ્વારા 13 લાખની છેતરપિંડી કરવામાં આવી. જેમાં પ્રતિકભાઈ પાસેથી જણસીની ખરીદી કરવામાં આવી. અને જ્યારે બિલ ચુકવવાની વાત આવી ત્યારે આરોપી દિલીપ વાયદા કરતો હતો. અને, જેના દ્વારા નહિ દેવાની દાનત બગડતા પોલીસનો સહારો લેવામાં આવ્યો. આરોપી દિલીપ કાલસરિયા અમદાવાદમાં પરિવાર સાથે રહે છે અને ગાંધીધામમાં કેપિટલ એટરપ્રાઈઝ નામની પેઢી ધરાવે છે. અને મૂળ તાલાલા તાલુકાના ગીર હડમતીયાનો રહેવાસી છે. આરોપીને ટેકક્નિકલ સોર્ચથી એલસીબી પોલીસ દ્વારા ગાંધીધામથી દબોચી લેવામાં આવ્યો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સાતીર ભેજાબાજ દિલીપ કાલસરિયાની ધરપકડ કર્યા બાદ નામદાર કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી દિલીપ સાથે અન્ય કેટલા આરોપી સંકળાયેલા છે અને આરોપી દિલીપ કાલસરિયા વર્ષ 2012થી આવીજ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરે છે. અમદાવાદ-રાજકોટ-ગોંડલ અને મોરબી ટંકારા જૂનાગઢ સહિતના શહેરોમાં છેતરપિંડી કરવામાં આવી છે. અને ચેક રિટર્નના 16 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને સુરત શહેરમાં 306 મુજબની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

અને જૂનાગઢ જિલ્લામાં તાલુકા પોલીસ સ્ટેશન માંગરોળ અને મેંદરડા પોલીસ સ્ટેશનમાં આરોપી દિલીપ કાલસરિયા વિરુદ્ધ ગુનો નોંધાયા છે. છેલ્લા દસ વર્ષથી અન્ય પેઢીઓને હાયર કરી તેમના નામે ખરીદી કરવામાં આવે અને તે પેઢી બંધ કરી રૂપિયાની છેતરપિંડી કરી અન્ય ખાતામાં રૂપિયા જમા કરી ઓળવી લેવામાં આવે તેવી મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં 60 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.

આ પણ વાંચો : બનાસકાંઠાઃ લાખણીના દેતાલ ગામમાં સાસંદની હાજરીમાં કોરોના મહામારી વચ્ચે સન્માન સમારોહ

આ પણ વાંચો : AHMEDABAD: ઉત્તરાયણના તહેવાર બાદ કોરોના કેસ વધવાની શક્યતા, ટેસ્ટિંગ ડોમ પર લાઇનો લાગી

Next Article