Jamnagar : ધ્રોલના માર્કેટીંગ યાર્ડમાં (Dhrol marketing yard) એક વેપારીને ત્યાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી. જે અંગે અજાણ્યા ઈસમો સામે ચોરી અંગેની ફરીયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસ વધુ 2 આરોપીને ઝડપી પાડી રૂ.7.47 લાખની રોકડ પણ કબ્જે કરી છે.
આ પણ વાંચો Jamnagar: જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફલો થયો, જુઓ Video
ધ્રોલના માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીને ત્યાં 18 જૂનના રોજ ચોરી થઈ હતી. રાકેશ મનહર શેઠ યાર્ડના વેપારીએ તેની દુકાનમાંથી રૂ.10.85 લાખની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના સીસીટીવી પણ પોલીસને મળ્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 25 દિવસ બાદ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જયારે અન્ય બે આરોપી ફરાર હતા. જે બંન્ને આરોપીને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
યાર્ડમાં ચોરી કરનાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. જેમાં થોડા દિવસ પહેલા મોરબીના રહેવાસી પ્રકાશ કુઢીયાને ધ્રોલના માણેકપર ગામના પાટીયા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી ચોરીના 2 લાખની રોકડ, ચોરીના પૈસાથી ખરીદેલ 1 આઈફોન, એક મોટરસાઈકલ, ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ પકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ત્યાર બાદ પોલીસે અન્ય બે આરોપી અનિલ રામા સોલંકી અને પરેશ સોલંકીને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.7.47 લાખની રોકડ રીકવર કરી છે. જેના પર અગાઉ પણ કેટલાક ગુનાઓ નોંધાયેલ છે. અનિલ સોલંકી સામે રાજકોટ જીલ્લામાં ત્રણ ગુનાઓ નોંધાયેલ છે. જયારે પરેશ સોલંકી પર સૌરાષ્ટ્રમાં અલગ-અલગ 5 ગુનાઓ નોંધાયેલ છે. જે લોકો ધ્રોલમાં માર્કેટીંગ યાર્ડમાં અગાઉ પણ ખરીદી માટે આવેલા અને રેકી કરીને વેપારીની માહિતી મેળવી તક મળતા લાખોની રોકડની ચોરી કરી હતી.
જે જગ્યા પર વ્યકિત પોતે હાજર ના હોય કે રાત્રી દરમિયાન ના હોય તેવા સ્થળોએ માલ-મિલકત કે રોકડ ના રાખવા માટે પોલીસે લોકોને અપીલ કરી છે. મકાન કે દુકાન જ્યાં ચોકીદાર ના હોય તેવી જગ્યાએ કિંમતી સામાન ના રાખવા જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ અપીલ કરી છે.