Jamnagar: જામજોધપુરમાં અંધશ્રદ્ધાને કારણે ખેડૂતના કરોડો રૂપિયા ઠગ ટોળકી ચાંઉ કરી ગઈ

|

Mar 27, 2023 | 8:43 PM

ગીંગણી ગામે પોતાની 65 વીઘા જમીન તેમજ અન્ય જમીનમાં ખેતીનો વ્યવસાય કરતા રમેશ કાલરીયાને 9 ફેબ્રુઆરીના રોજ કેટલાક લોકો મળ્યા હતા  જેમણે જણાવ્યું હતું કે ગુરૂ મહારાજ  તમારા બધા દુઃખ દર્દ દૂર કરશે.  પછી ગુરૂ મહારાજે  રમેશ કાલલિયાને રૂદ્રાક્ષનો પારો ફુંક મારીને આપ્યો હતો.

Jamnagar: જામજોધપુરમાં અંધશ્રદ્ધાને કારણે ખેડૂતના કરોડો રૂપિયા ઠગ ટોળકી ચાંઉ કરી ગઈ

Follow us on

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા ખેડૂતે પોતાની સાથે કરોડોની ઠગાઈ થયાની જામજોધુપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. સાધુના વેશમાં આવેલા ત્રણ વ્યકિત અને તેની સાથે આવેલી બોલેરો કારના ડ્રાઈવર સહિતના લોકો સામે પોલિસ ફરિયાદ નોંધવામાં આવી છે.

જામજોધપુર નજીક આવેલા ગીંગણી ગામના ખેડૂત રમેશ હંસરાજ કાલરીયાની પત્ની અને દીકરાની બીમારીઓ દૂર કરવાનો વિશ્વાસ આપીને તેમજ કરોડો રૂપિયા બનાવી આપવાનો વિશ્વાસ આપી તબક્કાવાર રૂ.87,14,00 રોકડા અને સોનાના દાગીના આશરે 83 તોલા અને 1.5 ગ્રામના જેની અંદાજે કિમત રૂપિયા 41,57,500  હતી. આમ કુલ મળીને 1 કરોડ 28 લાખ 71,500ની છેતરપીંડી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

આ પણ વાંચો: Gujarati Video : જમીન ખરીદવાના મામલે કરોડોની ઠગાઈ ! ભાજપના આગેવાન સહિત આઠ શખ્શ વિરુદ્ઘ ફરિયાદ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દુઃખ- દર્દ દૂર કરવાની આપી હતી હૈયાધારણા

ગીંગણી ગામે પોતાની 65 વીઘા જમીન તેમજ અન્ય જમીનમાં ખેતીનો વ્યવસાય કરતા રમેશ કાલરીયાને 9 ફેબ્રુઆરીના રોજ કેટલાક લોકો મળ્યા હતા, જેમણે જણાવ્યું હતું કે ગુરૂ મહારાજ તમારા બધા દુઃખ દર્દ દૂર કરશે. પછી ગુરૂ મહારાજે રમેશ કાલરિયાને રૂદ્રાક્ષનો પારો ફુંક મારીને આપ્યો અને કહ્યું કે તારા દુઃખ દર્દ દુર થઈ જશે. બાદ તે લોકોએ ઘરે આવવાની ઈચ્છા વ્યકત કરી હતી તો ત્યાં આ ઠગ લોકોએ રૂપિયા 500ની નોટ કાઢીને રમેશ કાલરીયાના પત્ની કુસુમને આપી જણાવ્યું હતું કે નોટ ઉપર સાથીયો કરીને ચુંદડીમાં વીંટાળીને મૂકી દેજો.

ફરીયાદી રમેશના પત્ની કુસુમને શરીરની તકલીફ તથા તેમના પુત્ર કલ્પેશની તકલીફ દૂર થઈ જશે તેમ જણાવતા કહ્યું કે  તમને હજી મોટા ગુરૂદેવને મળાવીશું તો બધી તકલીફો દૂર થઈ જશે. ઘરમાં ધન ધાન્ય ભરપુર થઈ જશે, ચિંતા ન કરો.

ત્ત્યાયાર બાદ આ પરિવાર આ સાધુ જેવા લાગતા વ્યક્તિઓને જમવા માટે આગ્રહ કર્યો હતો તો  આ લોકોએ  ભંડારા માટે ફાળો આપવા જણાવ્યં હતું આથી રમેશ ભાઈ કાલરિયાએ  તેમને  તો 51 હજાર રોકડા તેમને આપ્યા હતા. જોકે આ લોકોએ તેની કોઈ પાવતી આપી નહોતી.

ત્યારબાદ  11 ફેબ્રઆરીના રોજ ફોન કરીને જણાવ્યું કે તમારા પત્ની અને પુત્રને સારૂ થઈ જશે.આમ ધીરે ધીરે  કરીને આ લોકોએ રમેશ કાલરિયાના  કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હતા.  આ અંગે ફરિયાદ નોંધાતા હવે પોલીસે આ ઠગ લોકો સામે તપાસ શરૂ કરી છે.

 

          ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

Next Article