જામનગરમાં (JAMNAGAR) બેન્કમાં લોન લઈને લાખો રૂપિયાનું કૌંભાડ (Loan scam) કર્યુ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. યુનિયન બેન્કમાં (Union Bank)અલગ-અલગ ગ્રાહકોના નામે લોન લઈને મેનેજર (Bank manager)અને અન્ય એક વ્યકિતએ કુલ 69 લાખથી વધુ રૂપિયા મેળવી લીધાની ફરીયાદ નોંધાઈ છે. જયારે બેન્ક દ્વારા લોન ભરતા તેના ગ્રાહકને નોટીશ આપતા ગ્રાહકોએ પોતે લોન ના લીધી હોવાની ફરીયાદ કરી. મામલો પોલિસે મથકે પહોંચ્યો.
જામનગર શહેરના લાલ બંગલા સર્કલ વિસ્તારમાં યુનિયન બેન્કની શાખા આવેલી છે. જયાં અલગ-અલગ ગ્રાહકોના નામે લોન લેવામાં આવી, બાદ કેટલાક હપ્તા ભરાયા. પરંતુ બાદ અનેક લોનાખાતામાં હપ્તા ના ભરાતા બેન્ક દ્વારા આવા ગ્રાહકોને નોટીસ આપવામાં આવી.
જયારે ગ્રાહકોને નોટીસ મળી ત્યારે તેમને માલુમ થયુ છે તેમના નામે લોન છે. જે પૈસા તેમને મળ્યા નથી. બેન્કને અનેક રજુઆત કરી બાદ પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. જયેશ મણીયારને બેન્કની નોટીસ આપતા બેન્કમાં તપાસ કરી. તેણે ધંધા માટે 1 લાખની લોનની માંગણી કરી હતી. જે લોન મળી ના હોવાનું તે જણાવે છે. જયારે બેન્કમાં તેના નામે 8 લાખની લોન ખાતામાં છે. જેના કેટલાક હપ્તા ભરાયા હતા. તેણે પોલીસમાં એવી ફરીયાદ નોંધાવી છે.
બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ જાડેજાએ ફેબુઆરી-19થી જાન્યુઆરી-21 સુધી ફરજ બજાવી હતી. બાદ તેની અન્ય શાખામાં બદલી થઈ હતી. બાદ ઓગષ્ટ 2021થી બેન્કમાં હાજર થતા નથી. બેન્કમાં અન્ય મેનેજર આવતા લોનના હપ્તા ના ભરનાર ગ્રાહકો સામે કાર્યવાહી શરૂ કરી. તો એક બાદ કુલ 30 થી વધુ લોન ખાતેદારો સામે આવ્યા જે હપ્તા ના હોય. મોટાભાગના લોન ધંધા માટે મુદ્રા લોન મેળવેલ. જેમાં દર્શન હસમુખ મણિયારે કોટેશન આપીને લોનની રકમ મેળવી હોય. બેન્ક દ્રારા પોતાની વિજીલન્સ તપાસ પણ ચાલી રહી છે. મેનેજર દશરથસિંહ સામે ચાલી રહી છે.
આશરે 8 માસ પહેલા બેન્કના 15 જેટલા ખાતેદારોએ આ રજુઆત કરી હતી. જેના આધારે તપાસ કરવામાં આવી. જેમાં લોન જેમના નામે લીધેલ હોય તેમને જાણ ના હોય. બેન્કમાં ખોટા ડોક્યુમેન્ટ અને ખોટા કોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી અલગ-અલગ નામે કુલ રૂ.૭૪,૨૫,૦૦૦/- ની લોન મંજુર કરાવી હતી. તે લોન માથી રૂ.૪,૬૦,૦૦૦ હપ્તા રૂપે પરત બેન્કમાં જમાં કરાવેલ. બાકીના રૂ.૬૯,૬૫,૦૦૦/-રૂપીયા પોતાના અંગત ફાયદા સારૂ હડપ કરી વિશ્વાસઘાત કર્યાની પોલિસ ફરીયાદ નોંધાવી છે. જે આરોપી બેન્ક મેનેજરની પુછપરછ પોલિસ શરૂ કરી છે.
બેન્કમાં ધંધા કરવાના નામે લોન લઈને લાખો રૂપિયાનુ કોંભાડ કરવામાં આવ્યુ. જેમાં બેન્ક મેનેજર સામે આરોપ છે. સાથે અન્ય કેટલાક લોકો પણ શંકામદો છે. પોલિસે તમામ મુદાઓને પારખીને ઉડાણથી તપાસ આરંભી છે.
આ પણ વાંચો : Ahmedabad : ઘાટલોડીયાની ત્રિપદા સ્કૂલની ફી બાબતે મનમાની, વાલીઓએ સ્કૂલની મનમાની અને ફી વસૂલવા અંગે વિરોધ કર્યો
આ પણ વાંચો : પોલીસ તોડકાંડઃ આજે ડીજીપી આશિષ ભાટિયા સરકારને સોંપશે રિપોર્ટ, ગમે તે ઘડીએ થઇ શકે છે કાર્યવાહી !
Published On - 6:49 pm, Wed, 23 February 22