
Ahmedabad News : જાણીતા બિલ્ડરની (Builder) પુત્રી ગોપી પટેલએ પતિ વિરેન્દ્ર પટેલ, સસરા ગીરીશી અને સાસુ નિલાબેન સામે હત્યાનો પ્રયાસ, મારામારી, છેતરપિડી અને કાવતરુ ઘડવા અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે (Ahmedabad Police) હાલ લાલચુ પતિ અને સસરાની ધરપકડ કરી છે. જો ઘટનાની વિગતવાર વાત કરીએ તો લગ્ર જીવનના 12 વર્ષ દરમિયાન પતિ વિરેન્દ્ર દ્વારા પત્ની ગોપીને શારિરિક અને માનિસક ત્રાસ આપી અત્યાચાર ગુજારવામાં આવતો હતો. એટલુ જ નહીં ગોપીને અવાર નવાર રૂમમાં પુરી દઈને માર મારતો હતો.
પૈસાની લાલચમાં અંજાયેલા આ પતિએ પત્ની ગોપીનુ સ્ત્રીધન પણ છીનવી લીઘુ હતુ. તમને જણાવવુ રહ્યું કે, ગોપીને પોતાના બિલ્ડર પિતા પાસેથી પૈસાની ઉઘરાણી કરવા માટે દબાણ કરવામાં આવતુ હતુ. જેમાં નવો ઘંઘો શરૂ કરવાના બહાને વિરેન્દ્રએ આશરે ત્રણ કરોડ જેટલી રકમ મેળવી લઇને પરત ન કરી હેરાન કરતો હતો. એટલુ જ નહિ છેલ્લા એક વર્ષથી ગોપી પટેલ તેના પિતાના ઘરે રહે છે પરતુ અચાનક 13 જૂલાઇના રોજ પતિ વિરેન્દ્ર પત્ની ગોપીને મળવા માટે ઘરે પહોંચી ગયો અને કશુ બોલ્યા વગર જ મારામારી કરીને પત્નીનુ ગળુ દબાવી હત્યાનો(Murder Attempt) પ્રયાસ કર્યો હતો. જેને લઇને પત્નીએ વસ્ત્રાપુરુ પોલીસમાં (Vastrapur Police) ફરિયાદ કરતા પતિ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મુજબ ભોગબનાર ગોપીબેનના પિતા શાંતિભાઇ પટેલ જાણીતા બિલ્ડર છે અને કન્ટ્રક્શનના વ્યવસાય (Construction Business) સાથે જોડાયેલા છે. વર્ષ 2010માં ગોપીબેન અને વિરેન્દ્રના સમાજના રીત રીવાજ મુજબ લગ્ર થયા હતા. ગોપીબેન અને તેમનો પરિવાર ચુસ્ત સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા, જેથી લગ્ન સમયે પતિએ આ અંગે બાંયેધરી આપી હતી. પરંતુ લગ્ર બાદ પતિ વિરેન્દ્રએ પત્નીની મરજી વિરુદ્ધ શરાબ અને શબાબની મજા માણતો હોવાનુ સામે આવ્યુ. જેને લઇ બંન્ને વચ્ચે ઝઘડો થતો હતો.
તેવામાં વર્ષ 2018માં પતિ વિરેન્દ્ર હાઇપ્રોફાઇલ લાઇ સ્ટાઇલના સપના બતાવી ઓસ્ટ્રેલિયા લઇ ગયો હતો. જ્યાં પણ પત્નીને માનસિક ત્રાસ અને રૂમમાં પુરી રાખી હેરાન કરતો હતો પરંતુ પિતાની મદદથી ગોપી વર્ષ 2020માં ભારત આવી ગઇ હતી. જેથી ઉશ્કેરાઈ ગયેલા પતિએ બદલો લેવા ઇરાદે ભારત આવીને પત્નીને હત્યાનો પ્રયાસ કર્યો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લગ્નના થોડાક મહિના પછી પતિ સાથે સાસુ-સસરાએ પણ પત્નીને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કરી દીધુ હતુ.
જોકે સાસુ નીલાબેન દ્ધારા ઘર ખર્ચના પૈસા પુત્રવધુ ગોપી પાસે માંગતા હતા કે તારો પિતા બહુ મોટા બિલ્ડર છે તો પૈસા લઇને આવ. જેથી શરૂઆતમાં ગોપીબેન પિતા પાસેથી પૈસા લઇને ઘર ચલાવતી હતી.આવી જ રીતે લાલચુ સાસરિયાઓ દ્વારા પૈસાની માગ વઘતી ગઇને અને દર વર્ષે પૈસાની માંગણીઓ કરતા હતા. જો કે ગોપીબેનના પિતા પાસેથી આમ કરીને આશરે ત્રણ કરોડ રૂપિયા લાલચુ સાસરિયાઓ આપ્યા હતા. જે એક પણ પૈસા પરત કરવામાં આવ્યા નથી.
તો બીજી તરફ પોલીસ ગિરફતમાં રહેલ પતિ વિરેન્દ્ર પટેલ સાઇકો હોવાનુ પોલીસને જણાઈ રહ્યુ છે, ત્યારે સુખી લગ્ર જીવનના સપના જોઇને સાસરીયે જનાર ગોપીબેનને માનસિક ત્રાસ અને છેતરપિડી મળી. લાલચુ સાસરિયાઓને સજા મળે જે માટે યુવતીએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરીને સમગ્ર આક્ષેપની તપાસ શરૂ કરી છે.
Published On - 8:24 pm, Fri, 15 July 22