અમદાવાદમાં (Ahmedabad) વધુ એક હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની છે. અમદાવાદ શહેરના RTO પાસે કાર ચાલકની ટક્કરથી બાઇક સવારનું મોત થયું છે. ઝુંડાલ ગામના યુવક યશ ગાયકવાડનું ઘટનાસ્થળે મોત થયું છે. જો કે કાર ચાલક અકસ્માત (Accident) સર્જીને ફરાર થઈ ગયો છે. મૃતક બાઇક ચાલક વિશાલા હોટલમાં કેશિયર તરીકે નોકરી કરતો હતો. મૃતક યુવક ઘરે પરત ફરતો હતો તે સમયે ઘટના બની હતી. કાર ચાલક ચીમનભાઈ બ્રિજથી બાઇક ચાલકને RTO સર્કલ સુધી ઘસડીને લઈ ગયો હતો.
One dead after hit and run near RTO in #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/K0qi4cu5Da
— Tv9 Gujarati (@tv9gujarati) August 19, 2022
અમદાવાદમાં RTO પાસે થયેલા અક્સ્માત બાદ ટ્રાફિક પોલીસે ઓડી કાર માલિક રોહન કુમારના ઘરે પહોંચી વધુ તપાસ કરી હતી. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે અને CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. CCTVમાં અકસ્માત સર્જનાર કાર સ્પષ્ટ જોવા મળી રહી છે. તો અકસ્માત બાદ કાર ચલાવનાર ડ્રાઇવર ફરાર થઈ ગયો છે.
CCTV footage surfaces in #hitandrun case near RTO in #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/fiOS9uDwwA
— Tv9 Gujarati (@tv9gujarati) August 19, 2022
તો અકસ્માત સર્જનાર ઓડી કાર ચાલકનું કહેવું છે કે, ‘મારી કાર સાથે અકસ્માત થયો તેવી મને જાણ નથી. હું કાલે દિલ્હીથી ફ્લાઈટમાં રાત્રે અમદાવાદ આવ્યો છે. ડ્રાઇવર મને લેવા આવ્યો તે પહેલા અકસ્માત કરીને આવ્યો હોઇ શકે. ડ્રાયવર ગાડી લઇને રાત્રે 12:30 વાગે મને લેવા આવ્યો હતો. જો કે કાર ગરમ થઈ ગઈ હોવાથી તેને એરપોર્ટ મુકી હું રિક્ષામાં આવ્યો હતો. મને ડ્રાઈવરે એવું કહ્યું કે, કાર બરાબર ન હોવાથી શ્વાનને પણ અડી ગઈ હતી.’
#HitandRun near RTO in #Ahmedabad claims one life #Gujarat #TV9News pic.twitter.com/FnhtlKWhUk
— Tv9 Gujarati (@tv9gujarati) August 19, 2022
આ ઉપરાંત અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે(Ahmedabad-Vadodara Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) થયાના સમાચાર મળી રહ્યા છે.આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.રિલાયન્સ પેટ્રોલ પંપ (reliance Petrol Pump) પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા,એક પુરુષ અને એક અઢી વર્ષની બાળકીનું ધટના સ્થળે જ મોત થયુ છે.તમને જણાવી દઈએ કે,અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અકસ્માત નડ્યો હતો.મળતી માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે.હાલ મૃતકોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં(Nadiad Civil Hospital) પોસ્મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.