હાફિઝ સઈદ કેવી રીતે કોલેજના પ્રોફેસરથી બન્યો ખતરનાક આતંકવાદી! જાણો સંપૂર્ણ કહાની

|

Aug 28, 2019 | 9:29 AM

1981 માં હાફિઝ સઈદના જીવનમાં વળાંક આવ્યો. યુનિવર્સિટીમાં ભણાવતી વખતે તેમને સાઉદી અરેબિયાના રિયાધમાં કિંગ સઉદ યુનિવર્સિટી તરફથી શિષ્યવૃત્તિનું આમંત્રણ મળ્યું. 2 વર્ષ સુધી અભ્યાસ કરતી વખતે હાફિઝ સઈદ નિયમિતપણે સાઉદી અરેબિયાના વડા મુફ્તી શેખ અબ્દુલ અઝીઝ બિન બાજની વાતો સાંભળતો હતો. તે પોતે માને છે કે જો તે શેખ બિન બાજને મળ્યો ન હોત […]

હાફિઝ સઈદ કેવી રીતે કોલેજના પ્રોફેસરથી બન્યો ખતરનાક આતંકવાદી! જાણો સંપૂર્ણ કહાની

Follow us on

1981 માં હાફિઝ સઈદના જીવનમાં વળાંક આવ્યો. યુનિવર્સિટીમાં ભણાવતી વખતે તેમને સાઉદી અરેબિયાના રિયાધમાં કિંગ સઉદ યુનિવર્સિટી તરફથી શિષ્યવૃત્તિનું આમંત્રણ મળ્યું. 2 વર્ષ સુધી અભ્યાસ કરતી વખતે હાફિઝ સઈદ નિયમિતપણે સાઉદી અરેબિયાના વડા મુફ્તી શેખ અબ્દુલ અઝીઝ બિન બાજની વાતો સાંભળતો હતો. તે પોતે માને છે કે જો તે શેખ બિન બાજને મળ્યો ન હોત તો જમાત-ઉદ-દાવા બનવું મુશ્કેલ થઈ ગયું હોત. આ તે જ મુફ્તી હતો જેમણે ઓસામા બિન લાદેનને પણ સમજાવ્યો હતો. જોકે, હાફિઝ સઈદના જણાવ્યા મુજબ તે સમયે ઓસામા ત્યાં હાજર ન હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
1983 માં દેશ પરત ફર્યા પછી હાફિઝ મોહમ્મદે ફરી એ જ યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું, પરંતુ હવે તે ફક્ત ભણાવતો જ ન હતો. તેના મગજમાં ગભરાટ ફેલાઈ ગયો. જમાત-ઉદ-દાવાને શરૂ કરવા માટેના વિચાર કરવા લાગ્યો. 1985 માં તેમણે શેખ બિન બાજની સંસ્થા મરકઝ-દાવત-ઉલ-ઈરશાદની પ્રેરણા લઈ પાંચ-છ લોકોની સહાયથી જમાત-ઉદ-દાવાની શરૂઆત કરી. તે સમયે હાફિઝ સઈદ સાયકલ પર ઘેર-ઘેર જઈ ઈસ્લામિક શિક્ષણ આપતો હતો. તેણે એક મેગેઝિન પણ બહાર પાડ્યું હતું, જેનું નામ ‘દાવા’ હતું. જેના પર પરવેઝ મુશર્રફે પ્રતિબંધ મૂક્યો હતો. હાફિઝની સંસ્થા જાહેર દવાખાના ખોલી રહી હતી, કરાચીથી ગુજરાંવાલા સુધી હોસ્પિટલો બનાવતી હતી. એમ્બ્યુલન્સ ચલાવતો હતો, શાળાઓ બનાવતો હતો, પરંતુ પડદા પાછળની વાસ્તવિક એ હતી કે તે આતંકવાદને પ્રોત્સાહન આપતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જમાત-ઉદ-દાવા એ એક નકાબ હતો, જેની પાછળ લશ્કર-એ-તૈયબાની કરતુતો ચાલુ જ હતી. વર્ષ 2005 ના ભૂકંપ અને 2010 ના પૂર દરમિયાન જમાત-ઉદ-દાવાએ લોકોમાં જે કામ કર્યું હતું તેને તેનાથી મજબૂતી મળી હતી. પછીથી તેમણે આ વિસ્તારોમાં પોતાનો અડ્ડો સ્થાપિત કર્યો. સામાન્ય પાકિસ્તાની તેને પરોપકારી તરીકે જોઈ રહ્યો હતો. હાફિઝ સઇદનું સીધું ગણિત લોકોમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કરવાનો હતો અને તેમાંથી કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓમાં યુવકોને સામેલ કરતો હતો. આ જ કારણ છે કે અમેરિકાએ જેના સામાજિક સેવાના કાર્યોની પ્રશંસા કરી હતી તેને જ તેની સંસ્થા પર કબજો કર્યો.

આ પણ વાંચો: પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article