અમેરિકામાં આવેલાં મેરીલેંડ શહેરમાં રેનસમવેર સાયબર હુમલો થયો છે. આ હુમલામાં ત્યાંના સ્થાનિક અધિકારીઓને કમ્પ્યુટર સહિત ઈમેઈલને હેક કરી લેવાયા છે. અધિકારીઓ પણ મુંઝવણમાં છે કે આ સાયબર હુમલાથી કેવી રીતે બચી શકાય.
આ પણ વાંચો: શું દહીં ખાવાથી શરદી-ઉધરસમાં રાહત થઈ શકે? આ રહ્યો સાચો જવાબ
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે મેરીલેંડ આખા શહેરમાં આ સાયબર હુમલો થયો છે અને જેની ચપેટમાં બાલ્ટીમોરના બધા જ કમ્પ્યુટર આવી ગયા છે. રોબિનહુડ નામથી આ અટેક કરવામાં આવ્યો છે અને ઈમેઈલ સહિતની અગત્યની માહિતી લીક કરી દેવાની ધમકી આપવામાં આવી રહી છે.
લગભગ 19 દિવસ પહેલાં આ હૈકર્સે હુમલો કર્યો હતો અને તેનો આજ સુધી કોઈ રસ્તો નિકાળી શકાયો નથી. હેકર્સ આ હુમલો પાછો લેવા માટે 52 લાખ રુપિયાની માગણી કરી રહ્યો છે. બાલ્ટીમોર શહેરના અધિકારીઓએ આ 52 લાખની રકમ ફિરોતી પેટે આપવાની ના પાડી દીધી છે. અધિકારી કેવી રીતે આ હેકર્સના હુમલાથી સિસ્ટમને છોડાવવી તે અંગે મંથન કરી રહ્યાં છે પણ હાલ સુધી તેમને કોઈ તોડ મળી શક્યો નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શરુઆતમાં જ્યારે હુમલો થયો ત્યારે ગૂગલ દ્વારા સિસ્ટમને જ બંધ કરી દેવાઈ હતી પણ પાછી સિસ્ટમને શરુ કરી દઈને કેવી રીતે આ હુમલામાંથી બચીને સિક્યુરીટી વધારવી તે અંગે આઈટી અધિકારીઓ મથામણ કરી રહ્યાં છે. આમ આ હુમલાની ચપેટમાં આખું શહેર આવી ગયું છે અને સાયબર હુમલાથી છૂટવા માટે 52 લાખ રુપિયાની માગણી કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]