AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન ! રૂ.400 કરોડના ડ્રગ્સ સાથે 6 લોકો સકંજામાં

ગુજરાતનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે “સ્વર્ગ સમાન” ! રૂ.400 કરોડના ડ્રગ્સ સાથે 6 લોકો સકંજામાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 12:34 PM
Share

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ ઝડપાયેલી પાકિસ્તાની શખ્સોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે.

ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. હાલની વાત કરીએ તો, કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં પાકિસ્તાની બોટમાં લવાતું રૂ.400 કરોડનું 77 કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે. આ હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

માહિતીના આધારે રાત્રે બે કલાકે કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દરિયામાં ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ટરી લાઇન પરથી ‘અલ હુસૈની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતાં એમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ ઝડપાયેલી પાકિસ્તાની શખ્સોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ખુલાસો થયો છે કે, આ પાકિસ્તાની બોટ હેરોઇન જથ્થો લઈ કરાંચીથી નીકળી હતી. ગુજરાતનો એક ડ્રગ્સ પેડલર આ હેરોઇનને રિસીવ કરવાનો હતો. ત્યારબાદ કરોડો રૂપિયાનું આ હેરોઇન પંજાબ મોકલવાનું હતું. હાલ ATSએ ડ્રગ્સ રિસીવરની અટકાયત પણ કરી લીધી છે.

g clip-path="url(#clip0_868_265)">