GUJARAT : સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં 380 દુકાનદારના નામ ખૂલ્યાં

|

Aug 05, 2021 | 11:39 AM

આ સમગ્ર કૌભાંડમાં રેશનકાર્ડ ધારકની જાણ બહાર રેશન કાર્ડની વિગતો જેવી કે કાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધારકાર્ડ નંબર, ફિંગર પ્રિન્ટ ડેટા જેવા ડેટા કોપી રાખી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

GUJARAT : સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં 380 દુકાનદારના નામ ખૂલ્યાં છે. ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોના માલિકો તેના મળતીયા માણસો દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવતું રાશન ગ્રાહકોને નહીં આપીને સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડનો બે મહિના પહેલા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો.જેમાં ખોટા ઓનલાઇન બિલો બનાવીને રાશન સગેવગે કરવાના આ કૌભાંડની તપાસમાં 380 દુકાનદારોના નામ ખુલ્યા હતા.જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને સાબરકાંઠા સહિતના 10 જિલ્લાના દુકાનદારોની સંડોવણી બહાર આવી છે.

આ સમગ્ર કૌભાંડમાં રેશનકાર્ડ ધારકની જાણ બહાર રેશન કાર્ડની વિગતો જેવી કે કાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધારકાર્ડ નંબર, ફિંગર પ્રિન્ટ ડેટા જેવા ડેટા કોપી રાખી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કુલ આજથી બે દિવસ બંધ રાખવા SMCનો આદેશ, નિયમ વિરુદ્ધ ધોરણ-6 થી 8ના વર્ગો શરૂ કર્યા હતા

આ પણ વાંચો : BANASKANTHA : બટાકાનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો, કિસાન સંઘે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

Next Video