દેશના સૌથી મોટા ડેટા ચોરી કૌભાંડનું ગુજરાત કનેક્શન સામે આવ્યુ, 2 ગુજરાતીઓની સંડોવણી સામે આવી

|

Apr 07, 2023 | 6:02 PM

Data Theft Scam : આરોપી વિનય ભારદ્વાજ પાસેથી પોલીસને 66 કરોડ 90 લાખ લોકોની ગુપ્ત માહિતી હાથ લાગી છે. જેમાં દેશના 24 રાજ્ય અને 8 મહાનગરના સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ સહિત અનેક સંસ્થાઓનો ડેટા મળી આવ્યા છે.

દેશના સૌથી મોટા ડેટા ચોરી કૌભાંડનું ગુજરાત કનેક્શન સામે આવ્યુ, 2 ગુજરાતીઓની સંડોવણી સામે આવી

Follow us on

શું આપે આપના મોબાઇલમાં એમેઝોન, નેટફ્લિક્સ, યુટ્યુબ, પેટીએમ, ઇનસ્ટાગ્રામ કે ઝોમેટો એપ ડાઉનલોડ કરી છે. જો આપનો જવાબ હા હોય તો, માની લો કે આપનો ડેટા ચોરાઇ ગયો હશે. હૈદરાબાદની સાઇબરાબાદ પોલીસે દેશના અત્યાર સુધીના સૌથી મોટા ડેટા ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ડેટા ચોરીના કૌભાંડમાં વિનય ભારદ્વાજ નામના આરોપીની ધરપકડ કરી છે. જેની પુછપરછમાં કૌભાંડનું ગુજરાત કનેક્શન સામે આવ્યુ છે.

આ પણ વાંચો-ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દસ્તાવેજ નોંધણીને લઈ ફ્રેંકિંગ પધ્ધતિના સમય ગાળામાં વધારો

આરોપીએ ચોરેલા ડેટામાં મોબાઇલ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, ડેબિટ કાર્ડ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આધારકાર્ડ નંબર સહિત કરોડો લોકોની ગુપ્ત માહિતીની ચોરી કરી હતી અને બજારમાં વેચી મારી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જે ખુલાસા સામે આવ્યા છે તે 24 રાજ્ય અને ભારત સરકારની ચિંતા વધારનારા છે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

આરોપી વિનય ભારદ્વાજ ગુપ્ત માહિતી મેળવતો હતો

આરોપી વિનય ભારદ્વાજ પાસેથી પોલીસને 66 કરોડ 90 લાખ લોકોની ગુપ્ત માહિતી હાથ લાગી છે. જેમાં દેશના 24 રાજ્ય અને 8 મહાનગરના સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ સહિત અનેક સંસ્થાઓનો ડેટા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ભેજાબાજે સરકારી કર્મચારી, પાનકાર્ડ ધારકો, સુરક્ષા વિભાગ સાથે સંકળાયેલા લોકો, ખાનગી ટ્યુશન કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ, દિલ્લીના વીજધારકો, GST, RTO સહિત અનેક સોશિયલ સાઇટ્સના ડેટાની ચોરી કરી છે.

પોલીસે આરોપી પાસેથી 2 મોબાઇલ અને 2 લેપટોપ જપ્ત કર્યા છે. આરોપી વિનય ભારદ્વાજ ગેરકાયદે ગુપ્ત માહિતી મેળવતો હતો અને InspireWebz નામની વેબસાઇટ દ્વારા ડેટા લીક કરીને ક્લાઉડ ડ્રાઇવની લિંક દ્વારા ચોરાતો હતો.

ડેટા ચોરી કૌભાંડમાં ગુજરાત કનેક્શન આવ્યુ સામે

તપાસમાં ડેટા ચોરીના મહાકૌભાંડમાં ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડેટા ચોરી કૌભાંડમાં 2 ગુજરાતીઓની સંડોવણી સામે આવી છે. આ બંને ગુજરાતી શખ્સોએ ગુજરાતના 4 લાખ 50 હજાર લોકોના ડેટા તેલંગાણાના એજન્ટે પહોંચાડ્યા હતા. જોકે આ મામલે TV9ની ટીમે જ્યારે તપાસ કરી તો ગુજરાત પોલીસે ડેટા ચોરી મામલે બોલવાનું ટાળ્યું હતું અને આવો કોઇ કેસ તેમના ધ્યાને ન આવ્યાનું જણાવ્યું હતું.

દેશના 66.9 કરોડ લોકોનો ડેટા ચોરી કર્યો હોવાનો ઘટસ્ફોટ

સાઇબરાબાદ પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના 21.39 કરોડ લોકોનો ડેટા ચોરાયો છે. જ્યારે મહારાષ્ટ્રમાં 4.50 કરોડ, દિલ્હીમાં 2.70 કરોડ, આધ્રપ્રદેશમાં 2.10 કરોડ, કર્ણાટકમાં 2 કરોડ, રાજસ્થાનમાં 2 કરોડ, કેરાલામાં 1.57 કરોડ, મધ્યપ્રદેશમાં 1.10 કરોડ, જ્યારે નોર્થ ઇસ્ટના 5 રાજ્યોના 1.2 કરોડ લોકોના ડેટાની ચોરી કરવામાં આવી છે. ડેટા ચોરીના મહાકૌભાંડનો પર્દાફાશ થતાં 24 રાજ્યોની પોલીસ સતર્ક બની છે અને ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article